મોરબી: 'મારુ મોરબી, સ્વચ્છ મોરબી’ સૂત્ર હેઠળ કાર્યરત મોરબી સ્વચ્છતા અભિયાન સમિતિ દ્વારા દર રવિવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું, ત્યારે હવે લોકડાઉનની પરિસ્થિતિને ધ્યાને લઈને સ્વચ્છતા અભિયાન સમિતિએ શહેરના વિસ્તારોમાં સેનિટાઈઝરથી સફાઈ અભિયાન શરુ કર્યું છે.
મોરબી શહેરને કોરોના મુક્ત કરવા સેનિટાઈઝર છંટકાવ અભિયાન - મોરબી ન્યૂઝ
મોરબી શહેરમાં સેનિટાઈઝરનો છંટકાવ કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સરકારની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
મોરબી સ્વચ્છતા અભિયાન સમિતી દ્વારા ‘ચાલો આપણા મોરબીને કોરોનાથી બચાવીએ’ સૂત્ર હેઠળ મોરબી શહેરમાં સેનિટાઈઝરનો છંટકાવ કરવાના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે અંતર્ગત ટીમના સભ્યોએ શહેરના બાપા સીતારામ ચોક ખાતે સેનેટાઇઝિંગ કર્યું હતું, તેમજ મોરબીના સુપરમાર્કેટ, માધવ માર્કેટ અને પટેલ શોપિંગ સેન્ટર ખાતે સરકારની ગાઈડલાઈન અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને સમિતિના સભ્યો દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
મોરબીને સ્વચ્છ બનાવવા કટિબદ્ધ સ્વચ્છતા અભિયાન સમિતિ ટીમ દર રવિવારે શહેરને સ્વચ્છ બનાવે છે, તો કોરોના મહામારી સામે પણ શહેરને સુરક્ષિત રાખવા મથી રહ્યાં છે, જે સરાહનીય કામગીરીને શહેરીજનો પણ આવકારી રહ્યાં છે.