ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં ટીકર રણકાંઠાની 4 કેમિકલ ફેક્ટરીઓના નમુના લેવાયા : પ્રદુષણ ફેલાવવા મામલે નોટિસ - પ્રદુષણ કંટ્રોલ બોર્ડ ચેકિંગ

મોરબીઃ જિલ્લાના હળવદ તાલુકાના ટીકર રણકાંઠાના ઢશી વિસ્તારમાં આવેલી કેમિકલની ફેક્ટરીઓમાં પ્રદુષણ કંટ્રોલ બોર્ડે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પ્રદુષણ કંટ્રોલ બોર્ડે 7 કેમિકલ ફેકટરીમાં સઘન તપાસ હાથ ધરીને જરૂરી નમૂના લીધા હતા અને પ્રદુષણ ફેલાવવા મામલે 4 કેમિકલ ફેક્ટરીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ કાર્યવાહીથી પ્રદુષણ ફેલાવતા એકમોમાં ફફળાટ મચી ગયો છે.

morbi
મોરબીમાં ટીકર રણકાંઠાની 4 કેમિકલ ફેક્ટરીઓના નમુના લેવાયા

By

Published : Jan 10, 2020, 2:18 AM IST

મળતી વિગતો અનુસાર હળવદ તાલુકાના ટીકર રણકાંઠાના ઢશી વિસ્તારમાં કેમિકલની કેટલીક ફેકટરીઓ ધમધમી રહી છે. આ કેમિકલની ફેકટરીઓ ધૂડખર વિસ્તારમાં દબાણ કર્યું છે. ત્યારે આ કેમિકલની ફેકટરીઓ દ્વારા ફેલાતું પ્રદુષણ છોડતું કેમિકલયુક્ત પાણી ઘુડખર માટે ખૂબ જોખમભર્યું હોવાની અનેક વખત ફરિયાદો ઉઠ્યા બાદ પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા હળવદ તાલુકાના ટીકર રણકાંઠા વિસ્તારમાં આવેલ કેમિકલની ફેક્ટરીઓમાં સઘન તપાસ કરવામાં આવી હતી.

જેમાં પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા સાત કેમિકલ ફેકટરીઓમાં ચેકિંગ કરી ચાર કેમિકલની ફેક્ટરીમાંથી જરૂરી નમૂના લઈને પ્રદુષણ ફેલાવવા મામલે નોટિસ ફટકારવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે ઘણા સમયથી પ્રદુષણ ફેલાવતી આ કેમિકલની ફેકટરીઓ સામે પ્રદુષણ કંટ્રોલ બોર્ડે લાલ આંખ કરી છે અને કડક કાર્યવાહીના નિર્દેશ આપતા પ્રદુષણ ફેલાવતા અન્ય એકમોમાં ફફળાટ મચી ગયો છે. આ કાર્યવાહીમાં પોલ્યુશન બોર્ડના હેનીલ પાદરીયા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

ABOUT THE AUTHOR

...view details