ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં મકરસંક્રાતિ પર્વે અશોકચક્રવાળી પતંગોનું વેચાણ અટકાવવા માંગ - latest news in Kites

ઉતરાયણ પર્વ નજીક છે ત્યારે બજારમાં અશોકચક્ર વાળી પતંગોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે પતંગ ગમે ત્યાં પડતી હોય જેથી દેશના તિરંગાનું અપમાન થતું હોવાથી અશોકચક્ર વાળી પતંગોનું વેચાણ અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવા મોરબી ક્રાંતિકારી સેનાએ રજૂઆત કરી છે.

મોરબીમાં મકરસંક્રાતિ પર્વે અશોકચક્રવાળી પતંગોનું વેચાણ અટકાવવા માંગ
મોરબીમાં મકરસંક્રાતિ પર્વે અશોકચક્રવાળી પતંગોનું વેચાણ અટકાવવા માંગ

By

Published : Jan 13, 2021, 9:55 AM IST

  • મોરબી બજારમાં અશોકચક્ર વાળી પતંગોનું વેચાણ
  • દેશના તિરંગાનું થશે અપમાન
  • પતંગોનું વેચાણ અટકાવવા યોગ્ય કાર્યવાહી

મોરબી : ઉતરાયણ પર્વ નજીક છે ત્યારે બજારમાં અશોકચક્ર વાળી પતંગોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે પતંગ ગમે ત્યાં પડતી હોય જેથી દેશના તિરંગાનું અપમાન થતું હોવાથી અશોકચક્ર વાળી પતંગોનું વેચાણ અટકાવવા યોગ્ય કાર્યવાહી કરવા મોરબી ક્રાંતિકારી સેનાએ રજૂઆત કરી છે.

મોરબીમાં મકરસંક્રાતિ પર્વે અશોકચક્રવાળી પતંગોનું વેચાણ અટકાવવા માંગ

મોરબી ક્રાંતિકારી સેનાએ રજૂઆત કરી

ક્રાંતિકારી સેના મોરબીએ જિલ્લા એસપીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, ઉતરાયણ પર્વ નિમિતે બજારમાં પતંગ સ્ટોલ પર તિરંગા પતંગોનું વેચાણ થાય છે. અગાઉ માત્ર ત્રણ કલર વાળી પતંગો વેચાતી હતી. હવે તિરંગા કલર સાથે અશોકચક્ર નિશાન પણ જોડવામાં આવે છે. જે પગંત ઉદય પછી ગમે ત્યાં પડે છે, જેથી દેશના તિરંગાનું અપમાન થાય છે. જેથી તાત્કાલિક આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા અને આવી પતંગોનું વેચાણ અટકાવવા જરૂરી પગલા ભરવા માંગ કરવામાં આવી છે. ઉતરાયણ પર્વ નજીક હોય જેથી તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details