મોરબી: જિલ્લામાં ઋષિવંશી સમાજ દ્વારા "તાનાજી'' ફિલ્મનો વિરોધ કરી કલેક્ટરને આવેદન પત્ર આપ્યો હતો. આ આવેદનમાં જણાવાયું હતું કે, સમગ્ર સમાજ સાથે સંકળાયેલા અને આદિકાળથી લોકોના આરોગ્ય અને જનસુખાકારીની કામગીરી તેમજ સૌંદર્યની કામગીરી સાથે પોતાની આજીવિકા રળતો નાયી-વાળંદ સમાજ જેની ઉત્પત્તિ ઋષિઓના વંશજ તરીકે ઓળખાય છે.
મોરબીમાં ઋષિવંશી સમાજે "તાનાજી" ફિલ્મનો કર્યો વિરોધ - ફિલ્મનો વિરોધ
ફિલ્મ "તાનાજી"માં ઋષિવંશી સમાજના જનમાનસ ઉપર ખરાબ અસર થાય તે પ્રકારે હલકી કક્ષાનું મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ઋષિવંશી સમાજે ફિલ્મ સામે વિરોધ દર્શાવ્યો છે. આ મામલે મોરબીમાં મંગળવારે ઋષિવંશી સમાજ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને જરૂરી કાર્યવાહી કરવા માગ કરી હતી.
મોરબી ઋષિવંશી સમાજે "તાનાજી" ફિલ્મનો વિરોધ કર્યો
"તાનાજી"માં અંકિત કરાયેલા દ્રશ્યો સમગ્ર ઋષિવંશી સમાજના જનમાનસ ઉપર ખરાબ અસર કરે તેમ છે. જેમાં જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે, તે સંદિગ્ધ પ્રકારના અને પ્રથમવાર સાંભળનાર શ્રોતાને ગુજરાતી ભાષામાં બોલાતી અશિષ્ટ પ્રકારની ગાળ સમાન લાગે છે. જેથી આ ફિલ્મના ડાયરેક્ટર તેમજ પ્રસારણ અને પ્રસારકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી હતી.