ગુજરાત

gujarat

ETV Bharat / state

Robbery in Morbi Angadiya : મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી 1.20 કરોડની લૂંટ ચલાવી

મોરબીના દલવાડી સર્કલ નજીક લૂંટની ઘટના (Dalwadi Circle of Morbi )બની હતી. આ ઘટનામાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટ ચલાવવામાં આવી છે. આરોપીઓએ 1.20 કરોડની લૂંટને( Robbery in Morbi Angadiya )અંજામ આપ્યો છે. કારમાં આવેલા શખ્સો લૂંટ ચલાવી ફરાર થયા છે.

Robbery in Morbi Angadiya : મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી 1.20 કરોડની લૂંટ ચલાવી
Robbery in Morbi Angadiya : મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી 1.20 કરોડની લૂંટ ચલાવી

By

Published : Mar 31, 2022, 12:25 PM IST

Updated : Mar 31, 2022, 3:58 PM IST

મોરબી: જિલ્લામાં ચોરી, લૂંટ અને હત્યા જેવા ગંભીર ગુનાઓ સામાન્ય (Dalwadi Circle of Morbi )બની ગયા છે. ત્યારે આજે સવારના સુમારે મોરબીના દલવાડી સર્કલ નજીક લૂંટની ઘટના બની હતી. જેમાંઆંગડીયા પેઢીના( Robbery in Morbi Angadiya )કર્મચારીને માર મારીલૂંટ ચલાવવામાં આવી છે.

મોરબી આંગડિયા પેઢીમાં લૂંટ

કારમાં જતા આંગડીયા કર્મચારી લૂંટાયો -જે બનાવની સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના દલવાડી સર્કલ નજીક કારમાં આંગડીયા પેઢીના કર્મચારી સહિતના બે વ્યક્તિ જતા હોય ત્યારે કારને આંતરી (Morbi LCB and SOG Police )લઈને લૂંટારૂઓએ આંગડીયા પેઢીના કર્મચારીને માર માર્યો હતો. આંગડીયા પેઢીના કર્મચારીને માર મારી લૂંટારૂઓ પાર્સલ લૂંટી ફરાર થયા હતા. વી પી આંગડીયા પેઢીનું પાર્સલ લૂંટી શખ્સો ફરાર થયા હતા અને બનાવમાં 1.20 કરોડની લૂંટને અંજામ આપ્યો છે. કારમાં આવેલ શખ્સો લૂંટ ચલાવી ફરાર થયા છે.

આ પણ વાંચોઃકડીથી અમદાવાદ જઈ રહેલા આંગડિયા પેઢીના કર્મચારી પાસેથી 2 કરોડની લૂંટ

પોલીસ આરોપીને ઝડપવા કાર્યવાહી કરી -જે ઘટનાની જાણ થતા મોરબી સીટી એ ડીવીઝન, LCB અને SOG સહિતની ટીમ તેમજ DYSP સહિતના ઉચ્ચ અધિકારીઓ (Morbi City Police)દોડી ગયા હતા અને બનાવની તપાસ ચલાવી છે તો લૂંટારૂઓ કારમાં સવાર હોવાની પ્રાથમિક માહિતી મળતા જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી છે અને કારમાં સવાર લૂંટારૂઓને ઝડપી લેવા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
આ પણ વાંચોઃમોરબી-માળીયા હાઈવે પર કારચાલકને છરીની અણીએ રોકી લાખોની લૂંટ

Last Updated : Mar 31, 2022, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details