મોરબી: મોરબીના દલવાડી સર્કલ (morbi Dalwadi Circle) નજીક સવારના 1.19 કરોડની રોકડના 5 પાર્સલની લૂંટ (Robbery in Morbi) ચલાવી 4 ઈસમો કારમાં બેસી ફરાર થઇ ગયા હતા. આ બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આંગડિયા પેઢી (morbi angadiya firm)ના કર્મચારીને માર મારી 4 ઈસમોએ લૂંટ ચલાવી હતી. ભોગ બનનારા કર્મચારીએ તુરંત પોલીસને જાણ કરતા મોરબી A ડિવિઝન, LCB અને SOG સહિતની ટીમ તેમજ ASP સહિતના અધિકારી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તપાસ ચલાવી હતી. આરોપીઓ કારમાં બેસી નાસી ગયા હોવાથી નાકાબંધી કરવામાં આવી હતી અને બનાવની તપાસ હાથ ધરી હતી.
સોમનાથ ટ્રાવેલ્સમાં રાજકોટથી 5 પાર્સલ આવવાના હતા- ભોગ બનનાર આંગડીયા પેઢીના કર્મચારી અને કુરિયર (Courier Company Morbi)માં પ્રાઈવેટ નોકરી કરતા મનીષભાઈ હીરજીભાઈ કાચરોલાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, તે ધરતી ટાવરમાં આવેલ વી. પટેલ આંગડીયા એન્ડ કુરિયર (V Patel Angadiya & Courier)માં 7 વર્ષથી નોકરી કરે છે અને તેનો કૌટુંબિક ભત્રીજો મયંક વિમલભાઈ પટેલ પણ 7 માસથી તેની સાથે નોકરી કરે છે. તેની આંગડીયા પેઢીના રાજકોટથી મહિનામાં પંદરેક વખત રૂપિયાના પાર્સલ સોમનાથ ટ્રાવેલ્સ (Somnath Travels Morbi)માં અહી મોરબી આવતા હોય છે જેમાં રાજકોટથી સંજુભાઈ રમેશભાઈ વજરાણીએ ગઈકાલે રાત્રીના સોમનાથ ટ્રાવેલ્સમાં રાજકોટથી પદુભા 5 પાર્સલ લઈને આવવાના હોય તેમ જણાવ્યું હતું.
આ પણ વાંચો:Robbery in Morbi Angadiya : મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીને માર મારી 1.20 કરોડની લૂંટ ચલાવી
બુકાનીધારીઓએ ગિલોલ અને તલાવર વડે હુમલો કર્યો- આ પાર્સલ લેવા તેઓ ભત્રીજા મયંક પટેલ સાથે સવારના 7 વાગ્યે મોરબી-કંડલા બાયપાસ રોડ (Morbi-Kandla Bypass Road) પર દલવાડી સર્કલ પાસે જવા નીકળ્યા હતા અને સોમનાથ ટ્રાવેલ્સ આવતા 5 પાર્સલ લઇ લીધા હતા. રોકડ રકમ ભરેલા પાર્સલો ફરિયાદી તેમની સ્વીફ્ટ ડીઝાયરની ડેકીમાં મૂકી કારમાં બેસવાની તૈયારી કરતા હતા ત્યારે સવારે 7:30 કલાકે સફેદ કલરની નંબર પ્લેટ વગરની હુન્ડાઈ કંપનીની વેન્યુ કારમાં ચારેક વ્યક્તિ બુકાની બાંધીને આવ્યા હતા અને ખુલ્લી તલવાર તેમજ હાથમાં ગિલોલ સાથે હુમલો કરી માર માર્યો હતો. લૂંટારૂઓ કારની ડેકીમાંથી 5 પાર્સલ લઈને કારમાં બેસી નાસી ગયા હતા. જે પાંચ પાર્સલમાં 1,19,50,000ની રોકડ રકમ હતી, જે 4 અજાણ્યા ઈસમો લૂંટી ફરાર થયાનું ફરિયાદમાં જણાવ્યું છે.