ગુજરાત

gujarat

ETV Bharat / state

હળવદના રાતાભેર ગામ નજીક પેટ્રોલપંપ પર લૂંટ, 4 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ - latest news in morbi

હળવદ તાલુકાના રાતાભેર નજીક આવેલા પેટ્રોલપંપમાં બાઈક સવાર બે શખ્સોએ લૂંટ ચલાવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં રૂપિયા 40 હજારની લૂંટ થયાની ફરિયાદ નોંધાઈ છે.

હળવદના રાતાભેર ગામ નજીક પેટ્રોલ પંપ પર લૂટ, પોલીસમાં ફરિયાદ નોંધાઈ
હળવદના રાતાભેર ગામ નજીક પેટ્રોલ પંપ પર લૂટ, પોલીસમાં ફરિયાદ નોંધાઈ

By

Published : Jun 27, 2020, 2:42 PM IST

મોરબીઃ જિલ્લાના હળવદ તાલુકાના રાતાભેર ગામ વચ્ચે આવેલ નાગેશ્વર પંટ્રોલ પંપમાં એક બાઇક ઉપર બે અજાણ્યા શખ્સોએ આવીને પેટ્રોલ પંપના કર્મચારી પ્રદીપભાઈ દિલીપભાઈ સારલાને પકડી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને પેટ્રોલ પંપની ઓફિસમાં રહેલ ડ્રૉવરમાંથી 38 હજાર રોકડા અને ફરિયાદી પ્રદીપભાઈનો મોબાઇલ કિંમત રૂ. 2000 મળી કુલ રૂપિયા 40 હજારની લૂંટ ચલાવવામાં આવી હોવાનો બનાવ બન્યો હતો.

લૂંટને અંજામ આપ્યા બાદ બન્ને શખ્સો નાસી છૂટયા હતા. આ બનાવને ચાર દિવસ બાદ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

ABOUT THE AUTHOR

...view details