ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલ વિજેતા - સાંસદ મોહનકુંડારિયા

મોરબીમાં માર્કેટિંગ યાર્ડની ચૂંટણી બાદ શુક્રવારે મત ગણતરી થઈ હતી, જેમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલની જીત થઈ છે. વેપારી વિભાગની 3 બેઠકો બાદ કરતા બાકીની 13 બેઠકો જીતવામાં સહકાર પેનલને સફળતા મળી છે. 1,000 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર ધરાવતા મોરબીના માર્કેટિંગ યાર્ડના વર્તમાન ચેરમેન મગન વડાવિયા ફરીથી સત્તા પર આવ્યા છે. હવે તેઓ નવી ટર્મ માટે પદ સંભાળશે.

મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલ વિજેતા
મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલ વિજેતા

By

Published : Apr 2, 2021, 4:13 PM IST

  • મોરબી માર્કેટિંગ યાર્ડની ચુંટણીમાં ભાજપ પ્રેરિત સહકાર પેનલ વિજેતા
  • 16માંથી 13 બેઠકો પર સહકાર પેનલ વિજેતા બનતા કાર્યકરોમાં ઉત્સાહ
  • ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર સહકાર પેનલે બાજી મારી હતી

આ પણ વાંચોઃમોરબી માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં લલિત કગથરા PPE કીટ પહેરીને આવતા વિવાદ

મોરબીઃ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં 16 બેઠકો માટે બુધવારે મતદાન થયું હતું, જેનું શુક્રવારે પરિણામ આવતા ભાજપ પ્રેરિત સહકાર પેનલે જીત મેળવી છે. વેપારી વિભાગની 3 બેઠકો પર કોંગ્રેસ પ્રેરિત ખેડૂત પરિવર્તન પેનલે જીત મેળવી છે. જ્યારે એક બેઠક ભાજપ પ્રેરિત સહકાર પેનલને મળી હતી તો સંઘની 2 બેઠકો પર સહકાર પેનલે કબજો મેળવ્યો છે. આ ઉપરાંત ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો પર સહકાર પેનલે બાજી મારી હતી.

આ પણ વાંચોઃગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની અઢળક આવક, વાહનોની લાગી લાંબી લાઈનો


ખેડૂતોના પ્રશ્નો ખેંચતા હોવાથી વેપારીઓ નારાજ થયા: માર્કેટિંગ યાર્ડના ચેરમેન

મોરબી યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગમાં 3 બેઠકોની હાર અંગે મગન વડાવિયાએ જણાવ્યું હતું કે, વેપારીઓને વિરોધ હોય તે સ્વાભાવિક છે. તેઓ ખેડૂત પ્રતિનિધિ છે અને ખેડૂતનો પક્ષ હંમેશા ખેંચતા હોય છે, જેથી વેપારીઓ નારાજ હતા, પરંતુ વેપારીઓએ સમજવું જોઈએ કે તેઓ ખેડૂત પ્રતિનિધિ છે તો સાંસદ મોહન કુંડારિયાએ પણ જણાવ્યું હતું કે, મોરબી યાર્ડ ખેડૂતોના હિતના રક્ષણ માટે છે. આથી વેપારીઓ નારાજ હતા. યાર્ડમાં ઈલેક્ટ્રિક કાંટાથી જ વજન કરાવાય છે અને ખેડૂતના હિતમાં કાર્ય થતા હોય છે. એટલે વેપારી વિભાગમાં હાર મળી છે જોકે, ખેડૂત વિભાગની તમામ બેઠકો જીતી છે.

બેલેટથી ચૂંટણી કરાવી છતાં ભાજપની પેનલ વિજેતા

જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયાએ જણાવ્યું હતું કે, તેઓ બેલેટ પેપરથી મતદાન કરાવવાનું કહેતા હતા. બેલેટથી મતદાન થયું અને ખેડૂત વિભાગની તમામ 10 બેઠકો ભાજપ પ્રેરિત પેનલે જીત મેળવી છે અને કોંગ્રેસના નેતાઓની બોલતી બંધ થઈ છે. ખેડૂતો તેને સપોર્ટ નથી કરતા તે પરિણામો પરથી સ્પષ્ટ થયું છે.

ABOUT THE AUTHOR

...view details