ગુજરાત

gujarat

ETV Bharat / state

ટંકારામાં જાહેરનામાનાં ભંગ કેસમાં હાર્દિક પટેલ સહિત કોંગ્રેસી ધારાસભ્યોને મોટી રાહત - Supreme Court

વર્ષ 2017માં જાહેરનામાં ભંગના કેસ સંદર્ભે સોમવારથી કેસને ડે ટૂ ડે ચલાવવાની સૂચના અન્વયે કેસના 34 પૈકી 30 આરોપીઓ કોર્ટ મુદતે હાજર રહ્યા હતા. જો કે, સરકારે કેસ પરત ખેચવાની સૂચના અન્વયે કાગળો રજૂ કર્યા બાદ કેસનો અંત આવી ગયો છે.

declaration
ટંકારામાં જાહેરનામાનાં ભંગ કેસમાં હાર્દિક પટેલ સહિત કોંગ્રેસી ધારાસભ્યોને મોટી રાહત

By

Published : Oct 12, 2020, 4:29 PM IST

Updated : Oct 12, 2020, 5:15 PM IST

મોરબીઃ જિલ્લામાં ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં વર્ષ 2017માં મંજૂરી વિના જાહેરસભા યોજવા બદલ જાહેરનામાં ભંગનો કેસ નોંધાયો હતો, જે કેસ ટંકારા કોર્ટમાં ચાલતો હતો.

આ કેસમાં 34માંથી 2 વ્યક્તિના મૃત્યુ થયા હતા, જ્યારે બે વ્યક્તિએ કેસ સ્વીકાર કરતા દંડ ભરી છૂટકારો થયો હતો. તે સિવાયના બાકી 30 આરોપીઓ જેમાં હાર્દિક પટેલ, કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરા, લલિત વસોયા, રેશમા પટેલ, વરુણ પટેલ, મહેશ રાજકોટિયા સહિતના 30 આરોપી કોર્ટ મુદતે હાજર રહ્યા હતા.

ટંકારામાં જાહેરનામાં ભંગના કેસમાં હાર્દિક પટેલ અને કોંગ્રેસી ધારાસભ્યોને મોટી રાહત

આ કેસ અંગે સરકારી વકીલ પૂજાબેન જોશીએ જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈન્સ અનુસાર હાઈકોર્ટના માર્ગદર્શન હેઠળ સીટીંગ MLA સામેના કેસો ડે ટૂ ડે ચલાવવાના હતા, જેથી ટંકારાના આ જાહેરના ભંગના કેસમાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત કગથરા અને લલિત વસોયા સામેનો કેસ રોજે રોજ ચલાવવાની સૂચના મળતા આજે સોમવારની મુદતે આરોપીઓ હાજર રહ્યાં હતા. જો કે, સરકારે કેસ વિડ્રો કરવા માટે સૂચના આપી હોવાથી કલેક્ટરનો લેટર મળતા કોર્ટમાં કેસ વિડ્રો કરવામાં આવ્યો હતો.

Last Updated : Oct 12, 2020, 5:15 PM IST

ABOUT THE AUTHOR

...view details