મોરબી : આજે વાઘપર ખાતે બેન્કની ૧૯૭મી શાખાનું ઉદ્ઘાટન કરાયું હતું. જે બેંક શાખાથી વાઘપર અને ગાળા ગામના ૨૦૦૦ ખેડૂત ખાતેદારોને લાભ મળશે. બેન્કના લોકાપર્ણ ઉપરાંત સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં બેન્કના વાઈસ ચેરમેન અને કૃભકોના ડીરેક્ટર પદે ચૂંટાયેલા મગનભાઈ વડાવીયા અને સાંસદ મોહનભાઈ કુંડારિયા નાફેડમાં ડીરેક્ટર તરીકે ચૂંટાયા હોય જેનું વિશિષ્ટ સન્માન કરાયુ હતું. આ સાથે ખેડૂત શિબિર અંતર્ગત સારી કામગીરી કરનાર મંડળીને મોટરસાયકલ વિતરણ કેબીનેટ પ્રધાનના હસ્તે કરાયા હતા.
મોરબીના વાઘપર ગામે કેબીનેટ પ્રધાનના હસ્તે આરડીસી બેંકનું લોકાપર્ણ - ડીસ્ટ્રીક્ટ બેંક
મોરબીના વાઘપર ગામે રાજકોટ ડીસ્ટ્રીક્ટ બેંક તેમજ વાઘપર મંડળીના નવનિર્મિત ભવનનો ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. જેમાં કેબીનેટ પ્રધાન જયેશભાઈ રાદડિયાના હસ્તે યોજાયેલા ઉદ્ઘાટન સમારોહ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય કાન્તીભાઈ અમૃતિયા અને યુવા અગ્રણી અજયભાઈ લોરિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.
વાઘપર ગામે કેબીનેટ પ્રધાનના હસ્તે આરડીસી બેંકનું લોકાપર્ણ
આ ઉપરાંત ખેડૂત સભાસદોને અકસ્માત મૃત્યુનો ૧૦ લાખનો વીમો આપવામાં આવે છે. જેમાં ૧૦ વારસદારોને એક કરોડના વીમાના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા. ખેડૂત શિબિરમાં ખેડૂતો માટે બેન્કના પૂર્વ ચેરમેને કરેલી કામગીરી યાદ કરીને જયેશ રાદડિયાએ ખેડૂત લક્ષી બેંકની કામગીરીને બિરદાવી હતી. તે ઉપરાંત મોરબીના યુવાન અજય લોરિયાએ ૧.૧૦ લાખ કિમી અંતર કાપીને શહીદ પરિવારોને લાખોની આર્થિક મદદ પહોંચાડી હોય જેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.