આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજના યુવક-યુવતીઓ જોડાયા હતા. સાથે જ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. આ રથયાત્રા દરમિયાન નહેરુ ગેટ ચોક સહિતના વિસ્તારોમાં વાણિજ્ય અને સરપંચ સહિતના પ્રસાદ માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત રાત્રિના લોકડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં ભરવાડ સમાજ દ્વારા રથયાત્રાનું કરાયું આયોજન - gujaratinews
મોરબી: શહેરમાં ભરવાડ રબારી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા મચ્છુ માતાજીના મંદિર મહેન્દ્ર પરાથી પ્રસ્થાન કરીને શહેરના રાજમાર્ગો પર ફરી દરબાગઢ વિસ્તાર ખાતે આવેલા મચ્છુ માતાજીના મંદિરે પહોંચી હતી. સૌરાષ્ટ્રમાં એકમાત્ર મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રા યોજાઇ છે. જેથી, ભરવાડ રબારી સમાજમાં આ રથયાત્રાનું આગવું મહત્વ રહેલું છે.
મોરબીમાં ભરવાડ સમાજ દ્વારા રથયાત્રાનું કરાયું આયોજન
સૌરાષ્ટ્રમાં એકમાત્ર મોરબીમાં મચ્છુ માતાજીની રથયાત્રામાં યોજાતી હોવાથી મોટી સંખ્યામાં ભરવાડ રબારી સમાજ હોય છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સાથે જ રથયાત્રામાં SP, DYSP, PI અને PSI સહિતના પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાયા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની પૂરતી કાળજી રાખવામાં આવી હતી.