મોરબીઃ જિલ્લાના વાંકાનેરના એક ગામમાં દુષ્કર્મનો બનાવ બન્યો છે, જેમાં ભોગ બનનાર યુવતી અપંગ અને માનસિક વિકલાંગ હોય જે ગત તારીખ 7ના રાત્રીના 11 વાગ્યાના સુમારે ઘરે એકલી હોય જે એકલતાનો લાભ લઈને આરોપી લાભૂભાઈ ઈશાભાઈ ગોહિલ રહે મૂળ ગોંડલ અને હાલ મચ્છોયાનગર, રફાળેશ્વર વાળો ઘરમાં ઘુસી ગયો હતો. માનસિક વિકલાંગ યુવતીને ઓરડામાં લઇ જઈને તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું. જે બનાવ અંગે ભોગ બનનારના ભાઈની ફરિયાદને આધારે પોલીસે દુષ્કર્મનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.
મોરબીમાં માનસિક દિવ્યાંગ યુવતી સાથે દુષ્કર્મ, નરાધમની ધરપકડ - crime news in morbi
મોરબી શહેર સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગથી વિશ્વમાં ઓદ્યોગિક નગરી તરીકે ઓળખાય છે, જોકે ઓદ્યોગિક નગરી મોરબી હવે ક્રાઈમ નગરી બની રહી છે તેમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં કહેવાય. કારણ કે, મોરબી શહેરમાં ગંભીર ગુન્હાઓ હવે સામાન્ય બની ગયા છે. હત્યા, લૂંટ અને દુષ્કર્મ જેવા ગંભીર અપરાધો છાશવારે બની રહ્યા છે. જેમાં તાજેતરમાં મોરબી નજીકના ગામમાં માનસિક દિવ્યાંગ યુવતી દુષ્કર્મ આચર્યાની ઘટનાથી ચકચાર મચી છે, તો ફરિયાદ બાદ તુરંત હરકતમાં આવેલી પોલીસે આરોપીને દબોચી લીધો છે.
મોરબી નજીકના ગામમાં કૌટુંબિક બનેવીએ દુષ્કર્મ આચર્યાની ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. આ અંગે તાલુકા પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા તાલુકા મહિલા PSIની ટીમે તપાસ ચલાવી હતી. જેમાં ભોગ બનનારના મેડિકલ ચેકઅપ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત આરોપીને ઝડપી લેવામાં પણ પોલીસ ટીમને સફળતા મળી છે અને હાલ બનાવની વધુ તપાસ ચલાવી છે.
આમ દુષ્કર્મના આરોપીને દબોચી લઈને પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે, સિરામિક નગરી મોરબીમાં સંગીન અપરાધ એવા દુષ્કર્મનો બનાવ બનતા સૌ કોઈ નરાધમ પર ફિટકાર વરસાવી રહ્યા છે. માનસિક દિવ્યાંગ યુવતીને હવસનો શિકાર બનાવનાર નરાધમને ઝડપી લઈને પોલીસ ટીમે કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.