- શહેરની ઘેલચ્છામાં લોકો છોડી રહ્યા છે ગામડા
- મોરબીનુુ રાજપરા ગામ તમામ સુવિધાથી સજ્જ
- ગામમાં હાલમાં શરૂ કરવામાં આવી બોટીંગ સુવિધા
મોરબી: શહેરની ઘેલચ્છામાં ગામડાંના લોકો શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે જેના કારણે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે. મોરબી નજીક એક એવું ગામ આવેલું છે, જે ગામમાં શહેર કરતા વધુ સુવિધાઓ, હરવા ફરવાના સ્થળ જોવા મળે છે. ગામના તળાવમાં હવે બોટિંગ સુવિધા પણ શરુ કરવામાં આવી છે .મોરબી શહેરમાં હાલ કોઈ બોટિંગ સુવિધા નથી પરંતુ ગામમાં બોટિંગ સુવિધા શરુ કરાઈ છે. ગામનું નામ રાજપરા છે.
ગામમાં અનેક સુવિધા
મોરબી શહેરથી નજીક આવેલા રાજપર ગામ સુંદર સ્વસ્છ અને વિકસિત ગામ છે. ગામમાં બાળકોને અને વૃદ્ધનો ફરવા માટે બગીચા જેવી સુવિધાઓ છે. હવે ગામમાં બોટિંગ સેવા પણ શરુ કરવામાં આવી છે, જે મામલે ગામના સરપંચ કરમશીભાઈ મારવાણીયા જણાવે છે, કે ગામના તળાવમાં બોટિંગ સેવા શરુ કરી છે, હાલ ગામમાં 2 બોટ મુકવામાં આવી છે અને ભવિષ્યમાં બીજી 2 થી 3 બોટ વધારવાનું આયોજન કર્યું છે. હાલમાં બોટીંગ માટે કોઈ ચાર્જ રાખ્યો નથી. ગામના બાળકો અને ગ્રામજનોને મનોરંજન મળી રહે તેવા હેતુથી બોટિંગ શરુ કરવામાં આવ્યું છે.
શહેરની સુવિધાને ઝાંખી પાડે તેવું મોરબીનું રાજપર ગામ આ પણ વાંચો : જેસલમેર પાસે આવેલું શાપિત ગામ કુલધરા, જાણો કઈ રીતે આ ગામને મળ્યો શાપ...
વૃદ્ધો માટે બાગની સુવિધા
મોરબી તાલુકા પંચાયતના સદસ્ય જણાવે છે કે ગામમાં બાળકો માટે બાલવાટિકા હતું, જેમાં મનોરંજનના તમામ સાધનો ઉપલબ્ધ કરાવ્યા હતા. ગામની 3500 જેટલી વસ્તી છે, જેમાં બાળકો અને યુવાનોના મનોરંજન માટે બોટિંગ શરુ કર્યું છે. તળાવમાં પાણી રહેતું હોવાથી પાણીની કોઈ સમસ્યા નથી અને તળાવમાં બોટિંગ સેવા શરુ કરી છે, જેનો બાળકો ઉપરાંત મોટેરાઓ પણ તેનો આણંદ માણી શકશે. ગામમાં વૃદ્ધો માટે બગીચો પણ છે, હાલમાં તળાવ ડેવલપ કરવામાં આવી રહ્યું છે. આગામી દિવસોમાં ફુવારા તેમજ આઉટડોર જીમ બનાવવાનું આયોજન કરવામાં આવશે.
આ પણ વાંચો : વાવાઝોડા બાદ મોબાઈલ નેટવર્ક ઠપ્પ, જસાધાર ગ્રામજનોને હાલાકી
લોકો પાછા ગામ તરફ વળે
રાજપર ગામના અગ્રણી વિજયભાઈ કોટડીયા જણાવે છે, કે આજના સમયમાં ગામડામાં રહેવાનું કોઈ પસંદ કરતુ નથી, યુવાનો શિક્ષણ અને ધંધા રોજગાર માટે ગામો છોડીને શહેર તરફ જતા હોય છે પરંતુ રાજપર ગામ એવું બનાવવા માંગીએ છીએ કે શહેરમાં વસતા લોકો ગામડા તરફ પરત ફરે. શહેરમાં ના હોય તેવી સુવિધાઓ વિકસાવી લોકોને ગામડા તરફ વાળવાનો પ્રયત્ન કરવામાં આવશે. હાલ રાજપર ગામમાં બગીચા, સીસીટીવી કેમેરા સહિતની સુવિધાઓ છે.હવે બોટિંગ પણ શરુ કર્યું છે અને ગામ લોકોને મનોરંજન માટેનું સાધન આપી ગામના વિકાસને આગળ ધપાવ્યો છે.