ગુજરાત

gujarat

ETV Bharat / state

Rajkot Nagrik Bank Embezzlement : બેન્કના કર્મચારીએ 1.92 કરોડની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ - બેન્કિંગ ફ્રોડ

મોરબીના રવાપર રોડ પર આવેલી રાજકોટ નાગરિક સહકારી બેંકની મોરબી શાખામાં કામ કરતા કર્મચારીએ ગ્રાહકોની ખોટી એન્ટ્રી (Bank employee cheating) કરીને ઉચાપત કરી હતી. તેણે ખોટા ખાતામાં રકમ જમા કરાવી પાસબૂકના નેરેશન બદલીને 59 ખાતાધારકના 1.92 કરોડની રકમની ઉચાપત (Rajkot Nagrik Bank Embezzlement) કરી હોવાની પોલીસ (Morbi Police)ફરિયાદ નોંધાઈ છે. જે ફરિયાદને પગલે એ ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Rajkot Nagrik Bank Embezzlement : બેન્કના કર્મચારીએ 1.92 કરોડની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ
Rajkot Nagrik Bank Embezzlement : બેન્કના કર્મચારીએ 1.92 કરોડની રકમની ઉચાપત કર્યાની ફરિયાદ

By

Published : Dec 6, 2021, 8:22 PM IST

  • રાજકોટ નાગરિક સહકારી બેંકની મોરબી શાખા ઉચાપત
  • બેંકના કર્મચારીએ જ કરી મસમોટી ઉચાપત
  • બેંકના ડેપ્યુટી મેનેજરની ફરિયાદને પગલે પોલીસે તપાસ શરુ કરી

મોરબીઃ રાજકોટ નાગરિક સહકારી બેંક મોરબી શાખાના ડેપ્યુટી મેનેજર ધર્મેશ કાશીરામ મોરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બેન્કના કર્મચારી તરીકે કામ કરતો પ્રકાશ ગોવિંદ નકુમ રહેવાસી મોરબી વાવડી રોડ કારિયા સોસાયટી વાળાએ નોકરી દરમિયાન આર્થિક લાભ લેવા જુદા જુદા ખાતાધારકોની કોઈપણ જાતની રસીદ વગર પ્રી-મેચ્યોર કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રીઓ (Bank employee cheating) કરી અને ખોટા ખાતામાં રકમ જમા કરાવી તેમજ પાસબૂકના નેરેશન બદલીને ખાતાધારકના ચેકમાં પોતે સહીઓ કરી ચેકનો ખરા તરીકે ઉપયોગ કરી કોમ્પ્યુટરમાં ખોટી એન્ટ્રી (Rajkot Nagrik Bank Embezzlement) કરી છે. આ કર્મચારી ખાતાધારકની જાણ બહાર નેટ બેન્કિંગ ચાલુ કરી ઓનલાઈન નાણાં ઉચાપત (Bank Fraud case in morbi) કરતો હતો.

પાસબૂકના નેરેશન બદલીને 59 ખાતાધારકના 1.92 કરોડની રકમની ઉચાપત

આરોપી કર્મચારી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી

આરોપી કર્મચારી પ્રકાશ નકુમે વર્ષ 2017- 19-07-2021 દરમિયાન ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરીને કુલ 59 ખાતાધારકોના ખાતાની અંદાજીત રકમ 1,92, 99,064ની નાણાકીય ઉચાપત કરીને બેંકમાંથી અંગત ઉપયોગ માટે ઓળવી (Rajkot Nagrik Bank Embezzlement) જઈને બેંક સાથે ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી કર્મચારી પ્રકાશ નકુમ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ ભાવનગરઃ સરકારની કૃષિ સહાયના પૈસાની VCE દ્વારા ઉચાપત, નોંધાય ફરીયાદ

આ પણ વાંચોઃ વાંકાનેરના કણકોટ ગામે 2.79 લાખની સરકારી રકમની ઉચાપત પ્રકરણમાં બે ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details