મોરબીઃ શહેરના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ચિપ્સ, ગીટી અને ગ્રીન્સ સહિતના મટીરીયલ્સની સપ્લાય પર રાજસ્થાન સરકારે પ્રતિબંધ લગાવ્યા હતો, જેની સામે રાજસ્થાન હાઈકોર્ટમાં કરેલી રીટનો ચુકાદો મોરબીના ઉદ્યોગની તરફેણમાં આવ્યો છે અને પ્રતિબંધ હટાવવાનો આદેશ રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
રાજસ્થાન હાઈકોર્ટે મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા મટીરીયલ્સ પરના પ્રતિબંધ હટાવ્યા - મોરબી સિરામિક ઉદ્યોગ ન્યૂઝ
મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ચિપ્સ, ગીટી અને ગ્રીન્સ સહિતના મટીરીયલ્સની સપ્લાય પર રાજસ્થાન સરકારે પ્રતિબંધ લગાવ્યા હતો, જેની સામે રાજસ્થાન હાઈકોર્ટમાં કરેલી રીટનો ચુકાદો મોરબીના ઉદ્યોગની તરફેણમાં આવ્યો છે અને પ્રતિબંધ હટાવવાનો આદેશ રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.
મોરબીના ઉદ્યોગપતિઓ દ્વારા રાજસ્થાનથી ચિપ્સ, ગીટી અને ગ્રીન્સ સહિતના રો મટીરીયલ્સમાંથી ઉત્તમ ગુણવત્તાની માટી તૈયાર કરવાના પ્લાન્ટ તૈયાર કર્યા હોય અને મોરબીમાં ૬૦૦ કરોડથી વધુનું રોકાણ કરવામાં આવ્યું હતું. જોકે રાજસ્થાન સરકારે આ રો-મટીરીયલ્સની સપ્લાય પર પ્રતિબંધ લગાવ્યો હતો અને સપ્લાય અટકી પડી હતી. જેને પગલે રાજસ્થાન સરકારના નિર્ણય સામે મોરબીના ઉદ્યોગકારો દ્વારા રીટ દાખલ કરવામાં આવી હતી.
જે કેસ ચાલી જતા રાજસ્થાન હાઈકોર્ટ દ્વારા મોરબીના ઉદ્યોગની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે અને રાજ્ય સરકારને આપવામાં આવેલી સતાના ઉપયોગમાં રાજ્ય સરકારને રાજ્યની બહારના ખનીજોના પરિવહન પર પ્રતિબંધ મુકવાનો અધિકાર નથી. જેથી રાજસ્થાન સરકારે ખનીજોના પરિવહન પર મુકેલા પ્રતિબંધ હટાવ્યા છે અને જેથી લૉકડાઉન વચ્ચે મોરબીના ઉદ્યોગ માટે રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે.