ગુજરાત

gujarat

ETV Bharat / state

વાવાઝોડાની અસરને પગલે મોરબીના ગ્રામ્ય પંથકમાં વરસાદ - નિસર્ગ વાવાઝોડું

કોરોનાના કહેર વચ્ચે ચક્રવાત નિસર્ગનું પણ સંકટ રાજ્ય સહિત મહારાષ્ટ્રમાં જોવા મળ્યું હતું. જો કે, ગુજરાતમાં આ વાવાઝોડું ટકરાયું ન હતું, પરંતુ અમુક વિસ્તારોમાં તેની અસર જોવા મળી હતી.

Morbi News
Morbi News

By

Published : Jun 3, 2020, 8:19 PM IST

મોરબીઃ વાવાઝોડું નિસર્ગ ભલે ગુજરાતમાં ન આવ્યું પણ તેની અસર જરૂરીથી વર્તાઈ છે. મોરબીના ગ્રામ્ય પંથકમાં સાંજે વરસાદ શરૂ થયો હતો. અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો તો નાગડાવાસ ગામે ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.

Morbi News

મોરબીના ગ્રામ્ય પંથકમાં સાંજના સુમારે વરસાદ શરૂ થયો હતો. જેમાં મોરબીના રાપર, અણીયારી, ચાચાપર, આમરણ અને ફડસર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો, તો મોરબીના નાગડાવાસ ગામે પવન ફૂંકાતા ધૂળની ડમરીઓ ઉડી હતી. આ ઉપરાંત વરસાદ પણ શરૂ થયો હતો. અતિશય ગરમી બાદ વરસાદથી ગ્રામ્ય પંથકના રહીશોને ઉકળાટથી રાહત મળી છે.

ABOUT THE AUTHOR

...view details