મોરબી: જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. તો મોરબી જિલ્લામાં 4થી 6 વાગ્યા સુધીમાં મોરબી અને ટંકારામાં 2 ઇંચ, હળવદમાં 1.5 ઇંચ અને માળિયામાં 5 mm વરસાદ નોંધાયો હતો.
મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, અનેક સ્થળોએ પાણી ભરાયા
રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે મોરબી જિલ્લામાં સાવત્રિક વરસાદ પડ્યો હતો. જેથી અનેક સ્થળોએ પાણી ભરાયા હતા.
મોરબી જિલ્લામાં સાવત્રિક વરસાદ
મોરબી શહેરમાં વરસાદ આફતનો વરસાદ સાબિત થયો હતો. જેમાં મોરબીના પોસ વિસ્તાર શનાળા રોડ, જૂના બસ સ્ટેન્ડ, અયોધ્યા પૂરી રોડ, ઉધોગિક વિસ્તાર લાતી પ્લોટ,સાવસર પ્લોટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકોને મહામુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, અનેક રાહદારીઓને મુશ્કેલી પડી હતી. તો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને પગલે ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા અને કપાસ, મગફળી, એરંડા જેવા પાકોને ફાયદો થશે તેવી આશા વ્યકત કરી હતી.