મોરબીઃ મોરબી જીલ્લામાં ચોમાસાની શરૂઆત સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મોરબીમાં ધોધમાર વરસાદને પગલે રવાપર રોડ, શનાળા રોડ, હોસ્પિટલ ચોક, વાવડી રોડ સહિતના રસ્તાઓ ધોવાયા છે અને ખાડાઓ પડી ગયા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.
મોરબીમાં પ્રથમ વરસાદે જ રસ્તાઓ ધોવાઈ જતાં વાહનચાલકો પરેશાન - Morbi monsoon
ચોમાસાની સીઝન શરૂ થતાં અનેક શહેરોમાં વરસાદ વરસી રહ્યો છે. મોરબીમાં પણ વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેથી વાહનચાલકોને સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
વરસાદ વરસતા કેટલાક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી બાજુ રસ્તાઓ પર ખાડામાં પાણી ભરાયા હોવાથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. મોરબી પાલિકાના ચીફ ઓફિસર જણાવ્યું હતું કે, 7 કરોડના ખર્ચે કામો શરુ કરવામાં આવ્યા હતાં. પરંતુ કોરોનાની મહામારીને પગલે કામ બંધ હતું. પરંતુ હવે ધીમે ધીમે પરિસ્થિતિ સામાન્ય થતાં ફરી કામો શરૂ કરવામાં આવશે. મોરબીવાસીઓ તૂટેલા રોડ રસ્તાના કારણે પરેશાની ભોગવી રહ્યા છે. અનેકવાર પાલિકામાં સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવતા તંત્ર જાગ્યું નથી. ઉપરાંત વરસાદને કારણે મોરબીવાસીઓની સમસ્યામાં વધારો થયો છે .