મોરબી: જિલ્લામાં ધોધમાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ જતા લોકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. મોરબી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો.
મોરબી જિલ્લામાં ધોધમાર વરસાદ, 2 ઇંચ વરસાદથી રસ્તા પર પાણી પાણી - મોરબીમાં ધોધમાર વરસાદ
મોરબી જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ હવામાનમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેના પગલે મોરબી શહેરમાં અનેક સ્થળે ટ્રાફિકજામ સર્જાયો હતો અને પાણી ભરાયા હતા.
મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદમાં મોરબીમાં 47 મીમી, વાંકાનેરમાં 20 મીમી અને ટંકારામાં 37 મીમી અને માળિયામાં 20 મિમી વરસાદ નોંધાયો હતો. તો હળવદ પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. મોરબી-માળિયા હાઈવે અને મોરબી રાજકોટ હાઈવે પર ભારે પવન સાથે વરસાદના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સમાનો કરવો પડ્યો હતો તો વિઝીબીલીટી પણ ઓછી થઇ હતી. મોરબી શહેરમાં ભારે વરસાદ વરસતા શહેરના મુખ્યમાર્ગો પાણીમાં ગરકાવ થયા હતા જેમાંથી વાહનચાલકોને પસાર થવામાં મુશેકલી વેઠવી પડી હતી.