મોરબી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવાથી એકનું મોત - MRB
મોરબીઃ મોરબી અને વાંકાનેરમાં મંગળવારે સાંજે વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. જેમાં વાંકાનેરમાં વીજળીના કડકા સાથે વરસાદ વરસ્યો હતો. મોરબીમાં પણ મોડી રાત્રીએ વરસાદ વરસ્યો શરૂ થયો હતો. વાંકાનેરમાં વીજળી પડવતાથી એક મહિલાનું મોત નીપજ્યું હતું.
![મોરબી પંથકમાં ગાજવીજ સાથે વરસાદ, વીજળી પડવાથી એકનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3740107-thumbnail-3x2-morbi.jpg)
Morbi
મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના કાનપર ગામે રહેતા માથકિયા નુસરતબેન ઈમ્તિયાઝભાઈ નામના મહિલા સાંજે વાડીએથી ઘર પરત ફરી રહ્યા હતા, ત્યારે વીજળી પડતા તેમનું મોત નીપજ્યું હતું. વાંકાનેર પથકમાં 27 મિમી, મોરબીમાં 4 મિમી વરસાદ અને ટકરા તાલુકા પણ 4 મિમી વરસાદ વરસ્યો હતો. આમ મોરબી જિલ્લામાં વરસાદ આવતા થોડી રાહ મળી હતી.
મોરબી, ટંકારા અને વાંકાનેર પથકમાં રાત્રે વરસાદ