ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના નજરબાગથી રફાળેશ્વર જતો રોડ બિસ્માર, ઠેર ઠેર મસમોટા ગાબડા - રફાળેશ્વર જતો રોડ બિસ્માર

મોરબીથી રફાળેશ્વર જવા માટે નજરબાગથી જુનો 6 કિલોમીટરનો માર્ગ આવેલો છે, આ રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે અને તૂટેલો હોવાથી વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવે છે અને ધૂળીયા રસ્તાથી ત્રાહિમામ પોકારી ચુક્યા છે. આ રોડ પર 50થી વધુ નાના-મોટા સિરામિક એકમો આવેલા છે અને આ રોડ પરથી ઉધોગપતિ, કર્મચારીઓ રોડ પરથી પસાર થતા હોય છે.

મોરબીના નજરબાગથી રફાળેશ્વર જતો રોડ બિસ્માર
મોરબીના નજરબાગથી રફાળેશ્વર જતો રોડ બિસ્માર

By

Published : Feb 3, 2020, 6:57 PM IST

મોરબીઃ શહેરથી રફાળેશ્વર જવા માટે રોડ પર બાઈકને નીકળી શકાય તેવી પરિસ્થિતિ નથી તેમજ ધૂળની સતત ડમરીઓ ઉડતી રહે છે અને આ રસ્તો નવો બનાવવા અંગે અનેક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્રએ કોઈ કાર્યવાહી કરી નથી, તો હવે તૂટેલા રોડમાં મસમોટા ગાબડા પણ જોવા મળી રહ્યા છે. મસમોટા ગાબડા અને ભૂગર્ભના ઢાંકણા નીકળી ગયા હોવાથી અહીંથી પસાર થવામાં વાહનચાલકો અને રાહદારીઓ સતત ભયનો અનુભવે છે.

મોરબીના નજરબાગથી રફાળેશ્વર જતો રોડ બિસ્માર, ઠેર ઠેર મસમોટા ગાબડા

આ રોડ પર ગમે ત્યારે અકસ્માત સર્જાઈ સકે તેવા માહોલમાં અહીંથી પસાર થઇ રહ્યા છે, આ અંગે ડી.ડી.ઓ જણાવે છે કે રોડ નવો બનાવવા માટે 7.50 કરોડની દરખાસ્ત સરકારમાં કરવામાં આવેલ છે, તો જળ પુરતું રીપેરીંગ કામ માટેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે અને ભારે વાહનો પાસર થતા હોવાથી આ રોડને ભારે નુકશાન પહોંચ્યુ છે.

ABOUT THE AUTHOR

...view details