મોરબી ખાતે આયોજન કરવામાં આવેલા જાહેરસભાનું સંબોધન કરતા પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ગુજરાતની જનતાએ નરેન્દ્ર મોદીને ફરીથી PM બનાવવા મન મનાવી લીધું છે. જેથી ગુજરાતની તમામ ૨૬ બેઠકો જીતાડશે. તો એર સ્ટ્રાઈક પર સવાલ કરનાર કોંગ્રેસ આગેવાન સામ પિત્રોડાને આડેહાથ લેતા જણાવ્યું હતું કે, વિપક્ષ ટીકા કરે બરોબર છે પરંતુ સેનાનું મોરલ ડાઉન થાય તેવા વિધાનો કરે તે રાષ્ટ્રહિતમાં નથી.
મોરબીમાં ભાજપ પ્રચારકોનો કાફલો ઉમટ્યો, પુરૂષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ હાજર - મોરબી
મોરબી: લોકસભા ચૂંટણીમાં ગુજરાત રાજ્યમાં મતદાનનો દિવસ આવે તે પૂર્વે ભાજપ દ્વારા દમદાર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે દિગ્ગજ નેતાઓની ફોજ ગુરૂવારના રોજ મોરબીમાં ઉતારી હોય તેમ કેબીનેટ પ્રધાન કુંવરજીભાઈ બાવળિયાની જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કેન્દ્રીય પ્રધાન પુરૂષોતમ રૂપાલાએ રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર મોહનભાઈ કુંડારિયાના સમર્થનમાં જનસભાનું સંબોધન કર્યુ હતું.
પ્રચારકોનો મોરબીમાં જમાવડો
આ રાજકોટ બેઠકના મોહનભાઇ કુંડારીયાના પ્રચાર દરમિયાન પુરૂષોત્તમ રૂપાલાએ ભાજપ સરકારના વિકાસકાર્યોના ભરપુર વખાણ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારની વિવિધ યોજનાથી લોકોને મળેલી સુવિધા અને વિવિધ યોજનાઓના ગુણગાન ગાયા હતા.
તો સભાબાદ હાર્દિક પટેલના કોંગ્રેસ સાથે જોડાવવાના સવાલ પર નિવેદન આપવાનો ઇનકાર કરતા જણાવ્યું હતું કે, પાટીદારોને સમજાય ગયું છે, પાટીદારો ભાજપ સાથે જ રહેશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.