જેમાં કોંગ્રેસને આડેહાથ લેતા મહાગઠબંધનમાંથી પીએમ પદના ઉમેદવાર કોણ છે તે જાહેર કરવાની ચેલેન્જ આપી હતી. તો આ સાથે જ સામ પિત્રોડા અને નવજોતસિંહ સિદ્ધુ પાકિસ્તાન તરફી નિવેદન કરી પાકિસ્તાનની દલાલી કરતા હોવાના પ્રહારો કર્યા હતા. આજે ભાજપના મંચ પર અનેક દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
સામ પિત્રોડા અને નવજોતસિંહ સિદ્ધૂ પાકિસ્તાનની દલાલી કરે છે: વિજય રુપાણી - politics
મોરબી: લોકસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો પ્રચાર માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં બંને મુખ્ય રાજકીય પક્ષો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે ત્યારે ભાજપ દ્વારા પ્રચાર અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. આજે હળવદના શરણેશ્વર મહાદેવ મંદિરે CM વિજય રુપાણીએ સભાને સંબોધન કર્યું હતું.તો આ સાથે કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા.
સ્પોટ ફોટો
તેમજ સ્ટેજ પર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરીને આવેલા ધારાસભ્ય પરષોતમ સાબરીયા પણ જોવા મળ્યા હતા અને પક્ષ પલટો કરનારને પેટા ચુંટણીમાં ટિકીટ મળતા સ્થાનિક કાર્યકરો અને નેતાઓમાં અંદરખાને રોષ પણ જોવા મળ્યો હતો.