ગુજરાત

gujarat

ETV Bharat / state

વાંકાનેરના કારખાનામાં તસ્કરોનો હાથફેરો, 1.50 લાખના મુદ્દામાલની ચોરી - MRB

મોરબી: જિલ્લાના વાકાંનેરના એક કારખાનામાંથી પંદર દિવસ પૂર્વે ચોરી થઇ હતી. જેમાં કુલ 1.50 લાખના મુદ્દામાલની ચોરી મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

crime

By

Published : May 8, 2019, 9:28 PM IST

પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરની અરૂણોદય સોસાયટીના રહેવાસી ઉપેશભાઈ કોરીંગાએ વાંકાનેર સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે, ગત તારીખ 21 એપ્રિલના રોજ રાત્રીના સુમારે અજાણ્યા બે ઈસમો શક્તિ મેન્યુફેકચર નામના કારખાનાના શેડમાં રાખેલા કોપર વાયર કુલ વજન 200 કિલોગ્રામ કિંમત રૂ 1.50 લાખની ચોરી કરી ફરાર થયા હતા તેમજ ગત તારીખ 4ના રોજ રાત્રીના સમયે ચાર અજાણ્યા ઇસમોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો.

વાંકાનેર સીટી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તસ્કરોને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે. વાંકાનેર પંથકમાં વધતા જતા ચોરીના બનાવોથી વેપારીઓ, નાગરિકોમાં ભય ફેલાયો છે અને પોલીસ નાઈટ પેટ્રોલિંગ સઘન કરીને ચોરીના બનાવો અટકાવે તેવી લોકમાગ ઉઠવા પામી છે.

ABOUT THE AUTHOR

...view details