ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપના નારાજ નેતાઓના કરાયા મનામણાં, જૂથવાદને ડામવામાં મળી સફળતા

મોરબી: રાજકોટ લોકસભા બેઠક પરથી સાંસદ મોહનભાઈ કુંડારિયાને રિપીટ કરવામાં આવતા વાંકાનેરના ભાજપ નેતા જીતુભાઈ સોમાણીએ કાર્યકર્તા સ્નેહમિલનનું આયોજન કરી પક્ષ સામે બળવો પોકાર્યો હતો. જોકે જીતુભાઈ સોમાણી તેના હરીફ જૂથ મોહનભાઈ કુંડારિયાને ચૂંટણીમાં નુકસાન પહોંચાડે તે પૂર્વે જ સમાધાન થઇ ગયું હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

જીતુભાઇનો સ્નેહ સંમેલન

By

Published : Mar 31, 2019, 9:45 PM IST

રાજકોટથી મોહનભાઈ કુંડારિયાને ટિકિટ આપવાની જાહેરાત બાદ વાંકાનેર ભાજપના અગ્રણી નેતા જીતુભાઈ સોમાણીએકાર્યકર્તા સંમેલનમાં વિધાનસભા ચૂંટણી હરાવવામાં સાંસદનો હાથ હોવાના ખુલ્લા આક્ષેપો કરીને અપક્ષ ઉમેદવારી કરવાની તૈયારી દર્શાવી પક્ષ સામે બળવો કર્યો હતો.

લોકસભા ચૂંટણીમાં CMના હોમ ટાઉન એવી રાજકોટ બેઠકમાં જુથવાદને પગલે પક્ષને નુકશાન ન જાય તેમજ ભાજપના ઉમેદવારને હારનો સામનો કરવો ના પડે તે માટે CM દ્વારા આ મામલે દરમિયાનગીરી કરવામાં આવી હોવાનું આધારભૂત સુત્રો જણાવી રહ્યાં છે.

CMની દરમિયાનગીરી બાદ મોહનભાઈ કુંડારિયા અને જીતુભાઈ સોમાણી વચ્ચે સમાધાન થઇ જતા આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું છે. તો આંતરિક મતભેદો ભૂલી જઈને મોહનભાઈને રાજકોટ બેઠક પરથી જીતાડવા માટે જીતુભાઈ સોમાણીએ કાર્યકરોને હાકલ કરી છે. ત્યારે ભાજપ પક્ષ દ્વારા જુથવાદને ડામી દેવામાં સફળતા મળી છે. તો પક્ષના નારાજ નેતાને મનાવી લેવાયા છે તેવું જાણવા મળ્યું છે.

ABOUT THE AUTHOR

...view details