ગુજરાત

gujarat

ETV Bharat / state

દુષ્કર્મ કેસમાં ફસાયેલા ખેવારીયા ગામના ઉપસરપંચની જામીન અરજી નામંજૂર - SARPANCH

મોરબીઃ જિલ્લાના ખેવારીયા ગામના ઉપસરપંચ વિરૂધ્ધ એક પરિણીતાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. આ માટે આરોપી ઉપસરપંચે મોરબી ડીસ્ટ્ર્રીકટ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. આ આરોપ ગંભીર હોવાથી અને એટ્રોસીટી પણ નોંધાઈ હોવાથી કોર્ટે આરોપીની જામીન નામંજૂર કર્યા છે.

morbi

By

Published : May 15, 2019, 9:42 PM IST

ખેવારીયા ગામના ઉપસરપંચ જયદીપ પટેલ વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. આરોપી જયદીપ પટેલે એક પરિણીતાના દીકરા અને પતિને જાનથી મારી નાંખવાની તેમજ ફોટા વાયરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચરવાનો ગુનો દાખલ કરાયો છે. આજરોજ આરોપીએ મોરબી એડીશનલ ડિસ્ટ્રીકટ જજની કોર્ટમાં જામીન અરજી મુકી હતી. જામીન અરજીના સુનાવણીમાં ફરિયાદી તરફે ધારાશાસ્ત્રી દિલીપ અગેચણીયાએ ધારદાર દલીલ કરી હતી.

દલીલ કરતા એડવોકેટ દિલીપ કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, જામીન આપવાથી તેની સમાજ પર વિપરીત અસર થાય છે. આરોપી ખેવારીયાનો ઉપસરપંચ છે અને રાજકીય પીઠબળ ધરાવે છે. જો તેને જામીન આપવામાં આવે તો તે સાક્ષી તોડીને પુરાવા સાથે ચેડા કરી શકે છે. આ ઉપરાંત, તેના પર એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો પણ નોંધાયો છે. આ દલીલોને ધ્યાનમાં રાખી કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી હતી.

ABOUT THE AUTHOR

...view details