મોરબીની સર્વોપરી સ્કૂલમાં અભ્યાસ કરતા પુરોહિત ભાવિકે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.99 PR મેળવીને બોર્ડ ફર્સ્ટ આવીને પરિવાર અને શાળાનું ગૌરવ વધાર્યું છે. પિતા કૌશિકભાઈ ગુજરાત મેરી ટાઈમ બોર્ડમાં ફાયરમેન તરીકે ફરજ બજાવે છે. તો ભાવિકને આગળ અભ્યાસ કરીને CA બનવું છે. વિદ્યાર્થીઓને બોર્ડ ફર્સ્ટ ભાવિક જણાવે છે કે, વાંચનની કલાક સ્ટેપ બાય સ્ટેપ વધારવી તેમજ નોટ્સ તૈયાર કરવી જે પરીક્ષા સમયે કામ લાગી શકે અને એ જ તેની સફળતાનું પણ રહસ્ય છે.
મોરબીમાં A ગ્રેડ સાથે ઉતીર્ણ થનારા 3 વિદ્યાર્થીઓની Etv Bharat સાથે ખાસ વાતચીત - result
મોરબી: રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે એટલે કે શનિવારના રોજ ધોરણ-12 સામાન્ય પ્રવાહના પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં મોરબી જીલ્લો 84.11 % પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં ત્રીજા ક્રમે રહ્યો છે. મોરબી જીલ્લાના કુલ 5387 વિદ્યાર્થીઓમાંથી માત્ર 10 વિદ્યાર્થીઓ A ગ્રેડ સાથે ઉતીર્ણ થયા છે. તે ઉપરાંત મોરબી જીલ્લાનું અગાઉ 12 સાયન્સ અને ધોરણ 10 બાદ 12 સામાન્ય પ્રવાહમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ આવતા વિધાર્થીઓ અને વાલીમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
![મોરબીમાં A ગ્રેડ સાથે ઉતીર્ણ થનારા 3 વિદ્યાર્થીઓની Etv Bharat સાથે ખાસ વાતચીત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3383205-thumbnail-3x2-morbi.jpg)
તો બીજી તરફ મોરબીની ઉમા વિદ્યા સંકુલ શાળામાં અભ્યાસ કરતો શ્રેય ગાંધીએ ધોરણ 10 સામાન્ય પ્રવાહમાં 99.91 PR મેળવીને ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે. પિતા અતુલભાઈ સિરામિક વ્યવસાય સાથે જોડાયેલા છે ધોરણ 12 માં સફળતા મેળવ્યા બાદ શ્રેય ગાંધીને મેનેજમેન્ટ ક્ષેત્રમાં આગળ વધવું છે અને IIM માં પ્રવેશ મેળવવા તેઓ મહેનત અને પ્રયત્નો કરશે તેમ જણાવ્યું હતું.
નવયુગ વિધાલયમાં અભ્યાસ કરતા ઓમ રાણપરા નામના વિદ્યાર્થીએ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 99.85 PR મેળવીને સિદ્ધિ હાંસલ કરી છે. રાણપરા ઓમના પિતા પરેશભાઈ સોની કામ સાથે સંકળાયેલા છે તો પુત્ર ઓમ રાણપરાને આગળ અભ્યાસ કરીને CA બનવાનું સ્વપ્ન છે. ધોરણ 12 ની પરીક્ષાઓ બાદ ઓમ પોતાના સ્વપ્નને પૂર્ણ કરવાની તૈયારીઓ આરંભી છે