ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં વધતા જતાં લૂટના બનાવો, પોલીસ શું ઉઘી રહી છે ? - MRB

મોરબીઃ જિલ્લામાં દિન-પ્રતિદિન ક્રાઈમના બનાવો વધતા જાય છે ત્યારે વાંકાનેર હાઈ-વે પર આવેલ ઓટો શો-રૂમમાં વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામના એક શખ્સને ખાટલા સાથે બાંધીને ચાર અજાણ્યા હિન્દી ભાષી શખ્સો દ્વારા માર મારીને કુલ મળીને ૧૧ હજારના મુદ્દામાલની લુંટ કરવામાં આવી છે. જે મામલે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે પોલીસે ફરિયાદ નોંધી લુંટારુઓને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

va

By

Published : Jun 6, 2019, 6:33 AM IST

બનાવની મળતી વિગત મુજબ, વાંકાનેરના ચંદ્રપુર રહેતા મામદ સાજીભાઈ શેરસીયા (ઉ.૭૦) વાંકાનેર હાઈવે પર આવેલ મુબીન ઓટો નામના શો-રૂમમાં ચોકીદાર તરીકે નોકરી કરે છે. ત્યારે મંગળવાર રાત્રીના મામદ શો-રૂમમાં હતા ત્યારે મોડી રાત્રીના પાછળના ભાગમાંથી દીવાલ કુદીને ચાર શખ્સોએ ચોરી કરી હતી.

મોરબી જિલ્લામાં વધતા જતા લૂટના બનાવો, પોલીસ શું ઉઘી રહી છે ?

જયારે 1 શખ્સે 2 ગોદડાનો ડૂચો મારીને ઉપર ચડી જઈ માર માર્યો હતો, મામદ છોડાવવાની કોશિષ કરતા લુંટ કરવા આવેલ શખ્સોએ હથોડીથી પગની પિંડીમાં માર્યુ, તેમજ 4 માંથી 1 શખ્સે મામદનો મોબાઈલ કીમત રૂ.500 , મોટર સાઈકલની ચાવી, રોકડા 10,600 અને શોરૂમના તાળાં તોડી 4 શખ્સો શોરૂમની પાછળની દિવાલ કૂદીને ભાગી ગયાની ફરિયાદ વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાવી છે. આ બનાવ અંગે વાંકાનેર સીટી પોલીસ મથકના PSI પી.સી. મોલીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details