ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં સફાઈ અભિયાનમાં ડૉકટરો, યુવાનો અને દરેક ઉંમરના શહેરીજન - india

મોરબીઃ જિલ્લામાં સફાઈ અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે. 70 વર્ષના વૃદ્ધ પણ આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અને જિલ્લાને સ્વચ્છ બનાવવા માટે મહેનત કરી રહ્યા છે.

morbi

By

Published : Jun 2, 2019, 3:21 PM IST

મોરબીમાં ડોક્ટર મિત્રોએ શરૂ કરેલું સફાઈ અભિયાન પૂરજોશમાં આગળ વધી રહ્યું છે અને નાગરિકો સફાઈ અભિયાનમાં જોડાઈને હોશભેર ઝાડું ઉઠાવીને સ્વચ્છ ભારત અભિયાનને સફળ બનાવી રહ્યા છે. જેમાં આજે કેનાલ ચોકડી ખાતે સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

મોરબીમાં સફાઈ અભિયાનમાં ડૉકટરો, યુવાનો અને દરેક ઉંમરના શહેરીજન

મોરબીમાં દર રવિવારે સવારે સફાઈ અભિયાન ચલાવવાનું ડોક્ટર મિત્રોએ બીડું ઝડપ્યું હતું અને શહેરીજનોને પણ સફાઈ અભિયાનમાં જોડાવવા માટે કરેલી અપીલ કામ કરી ગઈ હોય તેમ વેપારીઓ, યુવાનો અને વૃધ્ધો પણ સફાઈ અભિયાનમાં જોડાઈ ગયા છે.

મોરબીમાં સફાઈ અભિયાનમાં ડૉકટરો, યુવાનો અને દરેક ઉંમરના શહેરીજન

યુવાનોએ તો હોશભેર સફાઈ કરી હતી સાથે જ પાનાબાપા નામના ૭૦ વર્ષના વૃદ્ધે પણ ઝાડું પકડીને યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ સાથે સફાઈ અભિયાનમાં જોડાયા હતા, ત્યારે યુવાનોને પણ નવી પ્રેરણા મળી હતી શહેરને સ્વચ્છ બનાવવા તેમજ લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા સ્વચ્છતા ટીમ મોરબી દ્વારા સફાઈ અભિયાન ચાલી રહ્યું છે.

મોરબીમાં સફાઈ અભિયાનમાં ડૉકટરો, યુવાનો અને દરેક ઉંમરના શહેરીજન

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details