ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના મેડીકલ કોલેજ તેમજ કેનાલના કામોને બજેટમાં સમાવવા ધારાસભ્યની માંગ - ETV - BHARAT

મોરબીઃ માળીયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીને રજૂઆત કરીને ગુજરાત સરકારના આગામી બજેટ સત્રમાં મોરબી-માળિયાના વણઉકેલ પ્રશ્નો માટે બજેટમાં જરૂરી નાણાકીય ફાળવણી કરીને વિવિધ પ્રજાહિતના કાર્યો અંગે માંગ કરવામાં આવી છે.

મોરબીઃ

By

Published : Jun 8, 2019, 10:48 AM IST

મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મુખ્યપ્રધાનને રજુઆત કરીને મોરબીની મેડિકલ કોલેજ, રિંગરોડ, ફોરલેન, વિવિધ જગ્યાએ ઓવરબ્રિજ,તેમજ મોરબી પાલિકાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવા સહિતના પ્રાણ પ્રશ્નોને આગામી બજેટ સત્રમાં સમાવેશ કરવાની માંગ કરી છે. મોરબી શહેરે બબ્બે કુદરતી આફતોમાંથી બહાર આવીને વર્તમાનમાં અકલ્પ્ય વિકાસ સાધ્યો છે. પરંતુ સરકાર તરફથી મોરબીને વધુ વિકસિત બનાવવા માટે અનેક પ્રાણ પ્રશ્નોનો અમલ કરાતો ન હોવાથી મોરબીનો વિકાસ રૂંધાઇ રહ્યો છે.

ખાસ કરીને સોરાષ્ટ્ના મોટાભાગના જિલ્લાઓમાં મેડિકલ કોલેજ છે. પણ મોરબી જિલ્લામાં હજુ સુધી મેડિકલ કોલેજની સુવિધા આપવામાં આવી નથી.આથી મોરબીને મેડિકલ કોલેજ આપવા, મોરબીની વસ્તી,વિસ્તારના વ્યાપને ધ્યાને લઈને પાલિકામાંથી મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવી, મોરબીના ભક્તિનગર સર્કલ ઉપર ફ્લાઈ ઓવરબ્રિજ બનાવવા, મોરબીની કાયમી ટ્રાફિક સમસ્યા નિવારવા શહેર ફરતે રિંગરોડ બનાવવા, મોરબીના રવાપર ચોકડીએથી પસાર થતી મચ્છુ 2 કેનલને કવર કરી ઢાકવા, મોરબી માળીયાના ખેડૂતોને મચ્છુ કેનાલ 2 દ્વારા ગ્રેવીટીથી સિંચાઈનું પાણી આપવા, સીરામીક ઉધોગ માટે ટ્રાન્સપોર્ટ નગર સ્થાપવા, પીપળી રોડ, જેતપર રોડ અને હળવદ રોડ પર ટ્રાફિકનું ભારણ ઘટાડવા ફોનલેન બનાવવા સહિતના પ્રશ્નોને ગુજરાત સરકારના આગામી 2 જુલાઈથી શરૂ થતાં બજેટ સત્રમાં સમાવેશ કરી યોગ્ય નાણાકીય પ્રાવધાન કરવાની માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details