મોરબી જીલ્લા યુવા ટીમ દ્વારા જીલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું છે કે સુરતમાં તક્ષશિલા કલાસીસમાં જે આગની ઘટના બની છે તેનાથી સુરતજ નહિ પરંતુ સમગ્ર ગુજરાતની રૂહ કાપી ઉઠી છે. નાના ભૂલકાઓનો દુર્ઘટનામાં ભોગ લેવાયો છે ,જે જોતા સરકાર માટે માનવ જીવનનું કોઈ મહત્વ નથી સરકાર પોતાની સરખામણી વિદેશ સાથે કરે છે પરંતુ વિદેશની સરકારમાંથી નથી શીખતી કે પોતાના નાગરિકોનું કેટલું મહત્વ છે.
સુરત જેવી દુર્ઘટના મોરબીમાં ન બને તે માટે આવેદનપત્ર અપાયું - surat fire
મોરબીઃ સુરતમાં બનેલી દુર્ઘટનાથી સમગ્ર રાજ્યમાં રોષ અને દુ:ખની લાગણી છે, ત્યારે મોરબી જિલ્લા યુવા ટીમ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવીને આવી ઘટના મોરબીમાં ન બને તે માટે તકેદારી રાખવા માટે પગલા ભરવાની માંગ કરી છે.
સુરત જેવી દુર્ઘટનાનું મોરબીમાં પુનરાવર્તન ન થાય તે માટે આવેદનપત્ર અપાયુ
જાગૃત નાગરિક તરીકે સંજય સુરાણી દ્વારા જવાબદાર સરકારના તંત્રને જણાવ્યું છે કે, ઘટનામાં દોષિતોને કડકમાં કડક સજા કરવામાં આવે તેમજ આખા ગુજરાતમાં જ્યાં ફાયર સેફટી વગરની શાળા, ક્લાસિસ, બહુમાળી બિલ્ડીંગ અને મોલ છે તેના પર એક્શન લેવામાં આવે અને આવી ઘટના ફરીથી ના બને તે માટે તકેદારીના પગલા ભરવામાં આવે તેવી માંગ કરી છે