ગુજરાત

gujarat

ETV Bharat / state

માળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામોની તપાસ કરવા પાલિકા કાઉન્સિલરનો આદેશ - Maliya News

મોરબીઃ માળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટર સહિતના કામો કરવામાં આવ્યા હોય જે યોગ્ય રીતે થયા ન હોવાથી આ કામોની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.

મોરબીના માળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામોની તપાસ કરોઃ પાલિકા કાઉન્સલર

By

Published : Jun 17, 2019, 6:26 PM IST

માળિયા નગરપાલિકાના કાઉન્સિલર અને માળિયા શહેર ભાજપ મહામંત્રી આમીન ભટ્ટીએ પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કાર્યપાલક ઈજનેરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે માળિયા (મી.) નગરપાલિકા વિસ્તારમાં પ્રજાના વિકાસ કાર્ય માટે કરોડોના ખર્ચે થયેલ ભૂગર્ભ ગટરના કામ સંતોષકારણ નથી જેથી માળિયા પાલિકા વિસ્તારમાં વર્ષ ૨૦૧૪ માં શરુ થયેલ ભૂગર્ભ ગટરનું કામ આજદિન સુધી પૂર્ણ થયેલ નથી અને ભ્રષ્ટાચારની પણ ગંધ આવે છે જે મુજબ ડ્રોઈંગ નકશા તૈયાર કરવામાં આવેલ છે તે મુજબ કામ ક્યાય જોવા મળતું નથી.

મોરબીના માળિયા નગરપાલિકા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામોની તપાસ કરોઃ પાલિકા કાઉન્સલર

જેથી જવાબદાર અધિકારી તરીકે આ કામની અમારી હાજરીમાં ઊંડાઈપૂર્વક ચકાસણી કરી યોગ્ય પગલા ભરવા માંગ કરી છે, જો કોઈ કન્ટ્રકશન કંપની કસુરવાર ઠરે તો કડકમાં કડક પગલા ભરીને યોગ્ય દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details