મોરબીની મયુર ડેરી દ્વારા દુધના ખરીદ ભાવમાં બીજી વખત કરાયો વધારો - ravi motwani
મોરબી: ઓછા વરસાદને કારણે ઘાસચારો તેમજ પાણીની તંગી વર્તાઈ રહી છે ત્યારે ખાણદાણના ભાવ ઉતરોતર વધતા જાય છે. જેના કારણે પશુપાલકો આર્થિક મુશ્કેલી અનુભવી રહ્યા છે. મયુર ડેરી જીલ્લાના દૂધ ઉત્પાદકોના વ્હારે આવી દુધના પોષણક્ષમ અને વધુ ભાવ ચુકવવા પ્રયત્ન કરી રહી છે.
![મોરબીની મયુર ડેરી દ્વારા દુધના ખરીદ ભાવમાં બીજી વખત કરાયો વધારો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3549913-thumbnail-3x2-milk.jpg)
મળતી માહિતી મુજબ, છેલ્લા દસ દિવસમાં બબ્બે વખત દુધના ખરીદ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે તારીખ ૦૧-૦૬ થી પ્રતિ કિલો ફેટે રૂ ૨૦ નો વધારો કર્યો જયારે તારીખ ૧૧-૦૬ થી ફરી પ્રતિ કિલો ફેટે રૂ ૧૦ ના વધારા સાથે રૂ ૬૬૦ ચૂકવવાનું નક્કી કરેલ છે જેના કારણે જીલ્લાના દૂધ ઉત્પાદકોમાં હર્ષનું મોજું ફરી વળ્યું હતું. ઓછા ખર્ચે વધુ દૂધ ઉત્પાદન મેળવવા તેમજ પશુપાલનના વ્યવસાયને નફાકારક બનાવવા પશુઓને મોંઘાઘાટ ખોળ અને કસહીન બજારુ દાણના બદલે સસ્તું અને પૌષ્ટિક અમુલ દાણ ખવડાવવા પશુપાલકોને મહિલા દૂધ સંઘના ચેરમેન હંસાબેન પટેલે અપીલ કરી છે