ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ઘર ન મળતા સામાજીક કાર્યકરોએ CMને લખ્યો પત્ર - PRADHANMANTRI AAVAS YOJNA

મોરબી: કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારોને ઘરનું ઘર બનાવવાનું સપનું સાકાર થાય તે માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત મોરબી પાલીકાની હદમાં ૧૬૦૦ કવાર્ટર બનાવવાનો ૬૭.૭૭ કરોડનો પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યો છે, પરંતુ હજુ સુધી લાભાર્થીઓને આવાસનો ક્બ્જો મળ્યો ન હોવાથી સામાજિક કાર્યકર દ્વારા CM રૂપાણીને રજૂઆત કરવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : May 3, 2019, 8:32 AM IST

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે અને જગદીશભાઈ બાંભણીયાએ CMને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, મોરબી પાલીકાની હદમાં જુદા-જુદા વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને ઘરનું ઘર મળી રહે તેવા હેતુથી શહેરના બાયપાસ રોડ ઉપર કામધેનુ પાર્ટી પ્લોટની પાછળના ભાગે તારીખ ૧૨ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના અમલમાં મુકવામાં આવી હતી.

ત્યારે તે અંગેનો પ્રથમ ડ્રો ગત તારીખ ૯ એપ્રિલ ૨૦૧૮ ના રોજ પાલીકા દ્વારા પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા સહિતના આગેવાનોની ઉપસ્થિતમાં લાભાર્થી પરિવારની દિકરીના હસ્તે કરાવવામાં આવ્યો હતો અને લાભાર્થીઓ પાસેથી ડ્રો પહેલા જ ૧૦-૧૦ હજાર રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા અને જે લાભાર્થીને ક્વાર્ટર લાગે તેને બાકીના ૭૦ હજાર રૂપિયા હપ્તે હપ્તે જમા કરાવવાના હતા.

સ્પોટ ફોટો

ડ્રૉ થયાના એક વર્ષ બાદ પણ લાભાર્થીઓને આ આવાસો ફાળવવામાં આવ્યા નથી. જાન્યુઆરી-૧૯ સુધીમાં ૨૬૦ જેટલા લાભાર્થીઓએ સરકારની ગાઈડ લાઈન્સ મુજબ તમામ કિંમત જમા કરાવી દીધી હતી અને અત્યાર સુધીમાં અંદાજે ૪૦૦ થી વધુ લાભાર્થીઓએ પૂરા રૂપિયા અથવા આવાસો લાભાર્થીઓને ૩૦ દિવસમાં સોંપવામાં નહીં આવે તો સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા અને મુસાભાઈ બલોચ સહિતનાઓ અરજદારોને સાથે રાખી આગામી તારીખ ૧૦ જુન 2019 ના રોજ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

ABOUT THE AUTHOR

...view details