મોરબી :છેલ્લા કેટલાક સમયથી મોરબી જિલ્લામાં નશાકારક સીરપનો વેપલો વધ્યો છે. અવારનવાર ગેરકાયદેસર નશાયુક્ત આયુર્વેદિક સીપરનો જથ્થો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવે છે. ત્યારેમોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ પટેલ ગેસ્ટ હાઉસ પાછળ આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદેસર નશીલા આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપાયો છે. મોરબી તાલુકા પોલીસે આ જથ્થો ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Morbi Crime : મોરબીના લાલપર ગામે ગોડાઉનમાંથી શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપાયો - ગેરકાયદેસર નશીલા આયુર્વેદિક સીરપનો જથ્થો
મોરબીના લાલપર ગામની સીમમાં આવેલા ગોડાઉનમાંથી ગેરકાયદેસર સીરપનો જથ્થો ઝડપાયો છે. મોરબી તાલુકા પોલીસે બાતમીના આધારે ગોડાઉનમાં રેડ કરી આ જથ્થો જપ્ત કર્યો હતો. મળતી માહિતી અનુસાર આ મામલે મોરબીના એક શખ્સનું નામ ખુલ્યું છે.
Published : Nov 8, 2023, 10:45 PM IST
શંકાસ્પદ સીરપનો જથ્થો ઝડપાયો : આ અંગે મળતી માહિતી અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે લાલપર ગામમાં નશીલી સીરપનો જથ્થો સંતાડવામાં આવ્યો છે. મોરબી પોલીસે બાતમીના આધારે લાલપર ગામની સીમમાં ગોપાલ હાર્ડવેર પાછળ પટેલ ગેસ્ટ હાઉસ પાછળ આવેલ ગોડાઉનમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ગોડાઉનમાંથી ગેરકાયદેસર નશીલી આયુર્વેદિક સીરપ કુલ રુ. 6,28,400 ની કિંમતની 4690 બોટલનો જથ્થો મળી આવ્યો હતો.
મોરબી પોલીસની કાર્યવાહી : મોરબી પોલીસે શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે CRPC કલમ 102 મુજબ મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તેમજ જથ્થો રાખી વેચાણ કરવામાં મોરબીના કલ્પેશ અશ્વિન કોટેચાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આ કામગીરીમાં મોરબી તાલુકા PI કે. એ. વાળા, PSI વી. જી. જેઠવા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.