ગુજરાત

gujarat

ETV Bharat / state

જીવતા સમાધિ લેવાનો દાવો કરનારનો ફિયાસ્કો: વિજ્ઞાન જાથા

મોરબી: જિલ્લામાં ચકચારી જીવતા સમાધિ લેનારનો દાવો કરનારનો વિક્ષાન જાથાએ ફિયાસ્કો કર્યો છે.

By

Published : Nov 20, 2019, 2:23 AM IST

જીવતા સમાધિ લેવાનો દાવો કરનારનો ફિયાસ્કો

મોરબીના પીપળીયા ગામના રહીશ કાંતિલાલ મુછડિયાએ જીવતા સમાધિ લેવાનો દાવો કર્યા બાદ લાંબી સમજાવટને પગલે આખરે તેઓ સમાધિ લેવાનો કાર્યક્રમ મુલતવી રાખવા તૈયાર થયા છે અને આ અંગેની જાહેરાત કરી હતી, ત્યારે કાંતિલાલ મુછડિયાના સમાધિ લેવાના દાવાને પગલે શરૂઆતથી આ મામલે વિજ્ઞાન જાથાની ટીમ વિરોધમાં હોય અને આજે જામદુધઈમાં આ જાહેરાત કર્યા બાદ વિજ્ઞાનજાથાના જયંત પંડ્યા સહિતની ટીમ કાંતિલાલના ઘરે પહોંચી હતી અને આ મામલાનો અંતે ઉકેલ લાવ્યા હતાં.

જીવતા સમાધિ લેવાનો દાવો કરનારનો ફિયાસ્કો: વિજ્ઞાન જાથા

આ સમગ્ર મામલા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જયંત પંડ્યાએ જણાવ્યું હતું કે તે પીપળીયામાં જીવતા સમાધિનો દાવો કરનાર કાંતિલાલના સમગ્ર પ્રકરણને વિક્ષાન જાથા વખોડે છે અને વિજ્ઞાન જાથાની ટીમ તેનો ફિયાસ્કો કરે છે. વધુમાં જણાવ્યું હતુ કે સમાધિ લેવાનું નાટક કરાયું હતું અને ગુરુએ ગેરમાર્ગે દોર્યા હોય જેથી તેને પણ વખોડ્યા છે. આ ઉપરાંત આ મામલાથી જગ જાહેર થનાર કાંતિલાલ સાથે પત્રકારોએ વાતચીત કરતા તેમને સપનું આવ્યું હોવાની વાત ખોટી સાબિત થઇ છે તે કબુલ્યું હતું, તેમજ ગુરુ ધૂણતા હતા અને દોરા ધાગા કરતા હોય જેને તેઓ માનતા નથી અને હવે તે પાછા હટી ગયા છે અને આવું કોઈ કાર્ય કરશે નહિ તેમ જણાવ્યું હતું, તો ગુરુ વિષે જણાવતા કહ્યું હતું કે ગુરુ ગેરમાર્ગે દોરે તો તેનું માનવું નહિ અને તેની પાસે જવું પણ નહિં.

ABOUT THE AUTHOR

...view details