ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના સાવસર પ્લોટના રહેણાંક વિસ્તારમાં કોવિડ સેન્ટર શરુ કરવાની હિલચાલ સામે વિરોધ - સાવસર પ્લોટ શેરી નંબર 1,2 અને 3

કોરોનાનો કહેર પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે સાવસર પ્લોટ વિસ્તારમાં કોવીડ 19 સેન્ટર શરુ કરવાની હિલચાલ ચાલતી હોય જેનો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે અને કલેકટરને રજૂઆત કરવામાં આવી છે.

મોરબીના સાવસર પ્લોટના રહેણાંક વિસ્તારમાં કોવીડ સેન્ટર શરુ કરવાની હિલચાલ સામે વિરોધ
મોરબીના સાવસર પ્લોટના રહેણાંક વિસ્તારમાં કોવીડ સેન્ટર શરુ કરવાની હિલચાલ સામે વિરોધ

By

Published : Jul 23, 2020, 6:48 PM IST

મોરબી: સાવસર પ્લોટ શેરી નં 1, 2 અને 3ના રહીશોએ જીલ્લા કલેકટર અને આરોગ્ય વિભાગને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે સાવસર પ્લોટ મેઈન રોડ પર એસબીઆઈ બેંક પાછળ અગાઉ હોસ્પિટલ હતી ત્યાં બે દિવસથી સાફસૂફી ચાલતી હોય અને પૂછપરછ કરતા અહીં કોરોના સેન્ટર ખોલવામાં આવનારું હોવાનું જાણવા મળ્યું હતું આ રહેણાંક વિસ્તાર છે જ્યાં મકાનો, દુકાનો આવેલી છે. અહી બાળકો, બુઝુર્ગો વસવાટ કરે છે. જો કોવીડ સેન્ટર ખોલવામાં આવે તો અહી વસતા પરિવારોને ચેપની શક્યતા વધી જાય છે રહેણાંક વિસ્તારમાં કોરોના સેન્ટર ખોલવામાં આવે તો કોરોના દર્દીના જીવાણું તેમજ દર્દી થુંકે કે મેડીકલ વેસ્ટ દ્વારા રોગચાળો ફેલાઈ શકે છે. જેથી અમારા વિસ્તારમાં પણ કોરોના બીમારી ફેલાઈ શકે છે. રહેણાંક વિસ્તારમાં કોવીડ સેન્ટર ખોલવું જોઈએ નહીં. મોરબી શહેર વિસ્તાર બહાર હોય તેવી જગ્યાએ જ કોવીડ સેન્ટર આપવા મંજૂરી આપવી જોઈએ.

ABOUT THE AUTHOR

...view details