ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીના મહિલા મામલતદારને મળ્યું ડેપ્યુટી કલેક્ટરનું પ્રમોશન

મોરબીઃ જિલ્લામાં મામલતદાર તરીકે ફરજ બજાવતા મહિલા અધિકારીને પ્રમોશન મળ્યું છે અને હવે તેઓ ડેપ્યુટી કલેક્ટર બની ગયા છે. જેમનુ સાંસદના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.

મોરબીના મહિલા મામલતદારને ડેપ્યુટી કલેકટરનું પ્રમોશન

By

Published : Jul 7, 2019, 10:53 AM IST

મોરબીના મામલતદાર તરીકે કાર્યરત ઈશીતાબેન પ્રદીપકુમાર મેર તાજેતરમાં GPSC પરીક્ષા પાસ કરી છે. જેથી નાયબ મામલતદાર ઈશિતા મેર હવે ડેપ્યુટી કલેક્ટર બનશે. ઈશિતા મેર ‘કોન બનેગા કરોડપતિ’ શોમાં ભાગ લઇ ચૂક્યા છે અને તેઓ 6.40 લાખની રકમ જીતવામાં સફળ રહ્યા હતા. ઈશિતા મેર રાજકોટના વતની છે અને મોરબી જિલ્લામાં મામલતદાર તરીકે તેઓ GPSC પાસ કરી આવ્યા હતા. પહેલા જૂનાગઢમાં DLR તરીકે ફરજ બજાવી ચુક્યા છે. હવે તેઓ સતત 3જી વખત GPSC પાસ કરીને ડેપ્યુટી કલેક્ટર બનીને પરિવારનું ગૌરવ વધાર્યું છે.

ABOUT THE AUTHOR

...view details