મોરબી:હળવદ માળિયા હાઈવે પર આવેલ વાઘરવા ગામના પાટિયા પાસે આજે વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો. જેમાં ખાનગી બસ પલટી મારી જતા બસમાં સવાર 16 મુસાફરોને ઈજા પહોંચતા મોરબીની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા. જોકે, ફરી એકવખત મોરબીમાંથી પસાર થતો હાઈવે ગોઝારો પુરવાર થયો છે. આ પહેલા એક ટ્રક ચાલક અને બાઈક વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકનું મૃત્યું નીપજ્યું હતું.
ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા:બનાવની પ્રાપ્ત વિગતો મુજબ પટેલ ટ્રાવેલ્સની ખાનગી બસ કચ્છથી અમદાવાદ તરફ જતી હતી ત્યાએ હળવદ માળિયા હાઈવે પર વાધરવા ગામના પાટિયા પાસે બસના ડ્રાઈવરને ઝોકું આવી જતા બસ રોડથી નીચે ઉતરી પલટી મારી ગઈ હતી. જે અકસ્માતને પગલે વાતાવરણ મુસાફરોની ચીસોથી ગુંજી ઉઠ્યું હતું. બનાવની જાણ થતા મોરબી 108ની પાંચ ટીમો તુરંત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
આ પણ વાંચો Morbi Bridge Collapse : દુર્ઘટના પછી સરકારે શું કર્યું તે જણાવો, HCનો સવાલ
મુસાફરને ઈજા થઇ હતી:બસ પલટી મારી જવાના બનાવમાં બસમાં સવાર 16 મુસાફરોને ઈજા થઇ હતી. જેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. તો એક મહિલાની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવી છે.
આ પણ વાંચો Morbi Crime : મોરબીના વેજીટેબલ રોડ પર બે પરિવાર બાખડ્યાં, સામસામી પોલીસ ફરિયાદ
કામગીરી કરી:બનાવની જાણ થતા જ માળિયા પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી અને ટ્રાફિક કલીયર સહિતની કામગીરી કરવામાં આવી હતી. તો 108 ટીમના મેનેજર નીખીલ બોડકે પાસેથી માહિતી મળી હતી કે બનાવની જાણ થતા જ 108 ની 5 ટીમો દોડી જઈને ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્ત મુસાફરોની યાદી:
(1) વિપુલ રમણ પ્રજાપતિ ઉ.વ. 42 , રહે ધોળકા
(2) વિનુ પરમાર (45) રહે . અમદાવાદ
(3) વિજય રામચંદ્ર ગુપ્તા (23) અમદાવાદ
(4) ઉપેન્દ્રસિંહ નટવરસિંહ રાજ (24) રહે . આણંદ
(5) સૌરભ સોની (30) રહે. બરોડા
(6) દિપક પરસોત્તમ આણંદદાની (34) રહે.
(7) કલ્પના દિપક આણંદ દાની(34) આદિપુ
(8) રવિ પટેલ (31) રહે. અંજાર
(9) ઇરસાદ આલમભાઈ (32) ગાંધીધામ
(10) દિનેશ કાંતિલાલ (58) કચ્છ
(11) કાનો દિનેશ (19) અમદાવાદ
(12) દિગ્વિજય કાનભાઈ (5) સમીખિયારી
(13) લીલાબેન રાજેશભાઇ (40) ગાંધીધામ