મોરબીઃ ટંકારા તાલુકાની અમરાપર ધાર પ્રાથમિક શાળામાં જિલ્લા શિક્ષણાધિકારી મયુર પારેખે ડીપીઓને સાથે રાખીને સરપ્રાઈઝ મુલાકાત લીધી હતી અને શાળાની મુલાકાતમાં સીઆરસીને આપવામાં આવેલું ટેબ્લેટ શાળાના આચાર્ય પાસેથી મળી આવ્યું હતું. આ ટેબ્લેટ સીઆરસીએ પોતાની પાસે રાખવાનું હોય અને તેના પરથી લોકેશન મેળવી શકાતું હોય છે. જે ટેબ્લેટ શાળામાં મૂકી સીઆરસી અન્ય સ્થળે હોવાનું ખુલ્યું હતું.
મોરબીના ટંકારામાં સીઆરસી શાળામાં ટેબ્લેટ મૂકી બહાર ધૂમતા આચાર્ય પણ સસ્પેન્ડ - ટંકારામાં આચાર્ય સસ્પેન્ડ
ટંકારા તાલુકાની શાળામાં સીઆરસીએ આપેલું ટેબ્લેટ શાળામાં મુકીને બહાર હોય અને તે દરમિયાન જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ સરપ્રાઈઝ મુલાકાત કરી હોય અને તે દરમિયાન જ સીઆરસી ફરજમાં બેદરકારી સબબ ઝડપાયા હતા. તેમજ શાળાના આચાર્ય તેમને મદદ કરતા હોય બંને સામે ફરજ મોકૂફની કાર્યવાહી કરવામાં આવી છે.
ટંકારા સીઆરસી શાળામાં ટેબ્લેટ મૂકી બહાર ધૂમતા આચાર્ય સસ્પેન્ડ
આ સમગ્ર કાર્યવાહીના પગલે ડીપીઈઓ દ્વારા અમરાપર ધાર શાળાના આચાર્ય ગજેન્દ્ર કારેલીયા તેમજ સીઆરસી હિમત ભાગિયાને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અને આ અંગે તપાસ સમિતિ રચીને યોગ્ય કાર્યવાહી કરાશે તેવુ મયુર પારેખે જણાવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા એક બાદ એક સ્થળે સરપ્રાઈઝ ચેકિંગ કરીને કામમાં બેદરકારી દાખવતા શિક્ષકો અને સીઆરસી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે વધુ એક વખત શખ્ત કાર્યવાહથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચ્યો છે.