ગુજરાત

gujarat

ETV Bharat / state

Primary Schools Reopen: મોરબીમાં ધોરણ 1થી 5ના 95,000 વિદ્યાર્થીઓ માટે શરૂ થયું ઓફલાઈન શિક્ષણ

મોરબી જિલ્લામાં પણ આખરે 20 મહિના પછી સોમવારથી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓનું ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ થયું છે. ત્યારે વિદ્યાર્થીઓએ ઉત્સાહથી શાળા તરફ દોટ મૂકી છે. આ સાથે જ જિલ્લામાં 95,000થી વધુ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય શરૂ થઈ ગયું છે.

Primary Schools Reopen: મોરબીમાં ધોરણ 1થી 5ના 95,000 વિદ્યાર્થીઓ માટે શરૂ થયું ઓફલાઈન શિક્ષણ
Primary Schools Reopen: મોરબીમાં ધોરણ 1થી 5ના 95,000 વિદ્યાર્થીઓ માટે શરૂ થયું ઓફલાઈન શિક્ષણ

By

Published : Nov 23, 2021, 3:28 PM IST

  • મોરબીમાં ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ (Offline Education) થયું શરૂ
  • કોરોના ગાઈડલાઈન (Corona Guidelines) અનુસાર શાળાઓએ કર્યું આયોજન
  • 20 મહિના પછી શાળાએ આવતા વિદ્યાર્થીઓ (Students) હરખાઈ ગયાં

મોરબીઃ જિલ્લામાં ધોરણ 1થી 5ના વર્ગો માટે ઓફલાઈન શિક્ષણ (Offline Education) શરૂ થયું છે, જેના કારણે શાળાઓ ફરી એક વાર નાના ભૂલકાંઓના કિલકિલાટથી ગૂંજી ઉઠી છે. કોરોનાના કારણે આખરે 20 મહિના પછી ધોરણ 1થી 5ના વિદ્યાર્થીઓએ (Students શાળામાં પગ મૂક્યો છે. જોકે, શાળાઓ ફરી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં (Students પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબા સમય પછી શાળાએ આવતા વિદ્યાર્થીઓ પોતપોતાના મિત્રોને જોઈને હરખાઈ ગયા હતા.

કોરોના ગાઈડલાઈન (Corona Guidelines) અનુસાર શાળાઓએ કર્યું આયોજન

આ પણ વાંચો-school reopen in gujarat 2021 : રાજકોટમાં ધો.1થી 5ના વર્ગ શરૂ, વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

વાલીઓ પાસેથી સંમતિ પત્રક મગાવાયા

મહત્ત્વનું છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે (Education Department) રવિવારે ધોરણ 1થી 5ના વર્ગના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો, જે અંતર્ગત સોમવારથી સમગ્ર રાજ્યની શાળાઓ ફરી એક વાર ધમધમતી થઈ છે. આ સાથે જ સોમવારથી શરૂ થયેલા ઓફલાઈન શિક્ષણ (Offline Education) માટે શાળાએ મોકલવા માટે વાલીઓ પાસેથી સંમતિ પત્રક (Consent form) મગાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો-school reopen in gujarat 2021 : રાજ્યમાં આજથી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ, કોરોના ગાઈડલાઈનનું પાલન કરાયું

શૈક્ષણિક સ્ટાફ સહિત વિદ્યાર્તીઓએ સૂચનાઓનું કરવું પડશે પાલન

શિક્ષણ વિભાગે (Education Department) ઠરાવમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આવેલી તમામ બોર્ડની પ્રાથમિક શાળાઓમાં (Primary Schools) ધોરણ 1થી 5ના વર્ગો માટે પ્રત્યક્ષ શિક્ષણ (Offline Education) કાર્ય ફરી શરૂ કરવું પડશે. આથી તમામ બોર્ડની સરકારી કે ખાનગી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના (Primary Schools) શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ અને વિદ્યાર્થીઓએ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. ત્યારે સોમવારથી મોરબી જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં (All Primary Schools) ધોરણ 1થી 5ના વર્ગો શરૂ થયા છે તો વિદ્યાર્થીઓએ શાળા તરફ દોટ મૂકી છે. જિલ્લામાં 95,000થી વધુ વિધાર્થીઓનું શિક્ષણ કાર્ય શરુ થયું છે અને તમામ શાળાઓ કોરોનાની ગાઈડલાઈનનું (Corona Guidelines) પાલન કરી રહ્યા છે. તો સ્કૂલમાં 50 ટકા વિદ્યાર્થીઓ સાથે વર્ગો શરુ થયા છે.

ABOUT THE AUTHOR

...view details