ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ પોલીસે પત્રકાર પરિષદ યોજી - ચૂંટણી ન્યૂઝ

મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. જે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ બંદોબસ્ત મહત્વનો બની રહે છે જેથી પોલીસ વિભાગે ચૂંટણીલક્ષી તૈયારીઓની માહિતી આપવા જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ સંબોધી હતી.

મોરબી જિલ્લા પોલીસે યોજી પ્રેસ
મોરબી જિલ્લા પોલીસે યોજી પ્રેસ

By

Published : Feb 21, 2021, 3:52 PM IST

  • 8 સ્થળે પોલીસ ચેકપોસ્ટ બનાવી વાહન ચેકિંગ
  • ચૂંટણીના બંદોબસ્ત માટે પોલીસ ટીમો એક્શનમાં
  • હથિયારો જમા કરવાની કામગીરી કરાઈ

મોરબી: જિલ્લામાં ચૂંટણીને પગલે પોલીસ વિભાગ સજ્જ બન્યું છે. ચૂંટણીમાં બંદોબસ્ત અંગે માહિતી આપતા SPએ કહ્યું હતું કે, મોરબી જિલ્લામાં 859 પોલીસ કર્મચારી ઉપરાંત એક SRP કંપની ફાળવવામાં આવશે. ઉપરાંત 294 પોલીસ જવાનો અન્ય જિલ્લામાંથી આવશે તો સાથે જ 1262 હોમગાર્ડ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે. PI, PSI, સહિતના 44 અધિકારીઓ કામગીરી સંભાળશે. જિલ્લામાં 120 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. તો જિલ્લામાં 8 ચેક-પોસ્ટ કાર્યરત કરીને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે.

ચૂંટણીને ધ્યાને લઈને પોલીસ વિભાગે અટકાયતી પગલાં લીધા

મોરબીમાં ચૂંટણીને ધ્યાને લઈને પોલીસ વિભાગે અટકાયતી પગલાં લીધા છે સાથે જ દેશી-વિદેશી દારૂની હેરાફેરી રોકવા પોલીસ ટીમો સતત કાર્યરત છે તો હથિયારો અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મોરબી જિલ્લામાં પરવાનાવાળા 1063 હથિયારો હોય જે પૈકી 986 જમા કરી લેવામાં આવ્યા છે. 71 હથિયારોને મુક્તિ આપવામાં આવી છે તો 6 હથિયાર જમા કરવાના બાકી છે જે કામગીરી ઝડપથી પૂર્ણ કરાશે.

જિલ્લા પોલીસે યોજી પ્રેસ

ABOUT THE AUTHOR

...view details