ગુજરાત

gujarat

ETV Bharat / state

મોરબીમાં સુરત અગ્નિકાંડને લઈને ફાયર NOC મેળવવાને બાબતે 15 જુન સુધીમાં નિર્ણય લેવા સરકારને કરાઈ રજૂઆત - gujarati news

મોરબી: સુરત અગ્નિકાંડ બાદ સરકારે ખાનગી શાળા અને ટ્યુશન ક્લાસને ફાયર NOC મેળવવા પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને સરકાર દ્વારા 15 જુન સુધીમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

મોરબીમાં 15 જુન સુધીમાં નિર્ણય લેવા સરકારને કરાઈ રજૂઆત

By

Published : Jun 8, 2019, 3:29 AM IST

ચિલ્ડ્રન ડેવલોપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખ લાલજી મહેતાએ જણાવ્યું છે કે, મોરબીમાં ખાનગી શાળા અને ટ્યુશન ક્લાસ અંગે 15 જુન સુધીમાં સરકાર નિર્ણય લે અન્યથા બાળકોના શિક્ષણ પર તેની ખરાબ અસર થશે. ફાયર સેફ્ટીની બોટલો મળતી નથી તેમજ NOC આપવાનો અધિકાર મોરબી નગરપાલિકા પાસે પણ નથી.

ગુજરાતમાં ફાયર સેફ્ટી બોટલની માગ એટલી વધી ગઈ છે કે, હાલ તે મળતી નથી. મોરબીની શાળા અને ટ્યુશન ક્લાસને રાજકોટ NOC માટે જવું પડે છે અને ટૂંકા ગાળામાં પ્રમાણપત્ર લેવા જાય તો ભ્રષ્ટાચારની શક્યતા છે. ત્યારે 15 જુન સુધીમાં શાળા ન ખુલે તો બાળકોના ભાવિનું શું સરકાર શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માગે છે આવી રીતે પ્રમાણપત્ર લેવા રહેશે.

આ ઉપરાંત ઓગસ્ટ સુધી પણ શિક્ષણ કાર્ય શરુ થઇ નહી શકે. સરકારી શાળામાં ફાયર સેફ્ટી ટેંક નથી તે અંગે ધ્યાન આપવું રહ્યું. આમ બાળકોના ભવિષ્યને ધ્યાનમાં લઈને સરકાર ઝડપી યોગ્ય નિર્ણય લે તેવી માગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details