- પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ખાતે કૌશલ વિકાસ યોજનાના ત્રીજા તબ્બકાનો પ્રારંભ
- કૌશલ કેન્દ્ર વિધાર્થીઓને ટ્રેનીગ અને પ્લેસમેન્ટ આપે
- યુવાનોએ કૌશલ કેન્દ્રની કામગીરીને વખાણી
મોરબી :પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના ત્રીજા તબક્કાનું મોરબી પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ખાતે ઓનલાઈન શુભારંભ કરવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના અંતર્ગત વર્ષ 2016 અને 2017માં બે તબક્કા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ આજે ત્રીજા તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાલ કોરોના મહામારીને પગલે દેશભરના 75 સેન્ટર જેમાં મોરબી સેન્ટરને પણ સિલેક્ટ કરવામાં આવ્યું હોય ઓનલાઈન સ્કીમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
મોરબીમાં પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર ખાતે કૌશલ વિકાસ યોજનાના ત્રીજા તબ્બકાનો પ્રારંભ કૌશલ કેન્દ્ર વિધાર્થીઓને ટ્રેનીગ અને પ્લેસમેન્ટ આપે
જે અંગે પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર મોરબીના સેન્ટર મેનેજર નીરવ ભાલોડીયાએ જણાવ્યું હતું કે, યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સ્કીલ ટ્રેનીંગ આપવા ઉપરાંત પ્લેસમેન્ટ પણ કરવામાં મદદરૂપ થાય છે.અનેક યુવાનોને સ્કીલ ટ્રેનીંગ આપી પ્લેસમેન્ટ કરાવ્યું હતું. તો હવે ત્રીજ તબક્કાનું લોન્ચિંગ કરાયું છે. જેમાં યુવાનોને સ્કીલ ડેવલપમેન્ટની ખાસ ટ્રેનીંગ આપવામાં આવશે. જેનો લાભ લેવા લાભાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને કૌશલ કેન્દ્રની કામગીરીને વખાણી હતી. તેમજ સ્કીલ ડેવલપ કરવા સારું પ્લેટફોર્મ મળી રહેતું હોવાનું પણ લાભાર્થી યુવાનોએ જણાવ્યું હતું.