શ્રી ખોડીયાર મંદિર માટેલ દ્વારા ગુજરાત વિદ્યુત બોર્ડ ગ્રામ્ય વાંકાનેરના નાયબ ઈજનેરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. હાલમાં વરસાદની મોસમ છે. અષાઢી બીજના તહેવારો ટૂંક સમયમાં આવનાર છે. પરંતુ અવારનવાર વીજ પુરવઠો ખોરવાઈ જતા ભક્તોમાં રોષ ફેલાયો છે.
યાત્રાધામ માટેલમાં અવારનવાર વીજ પૂરવઠો ખોરવાઈ જતા ભક્તોમાં આક્રોષ - GUJARAT
મોરબી : જીલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામમાં માટેલમાં અવારનવાર વીજપુરવઠો ખોરવાઈ છે. ચાલુ આરતીના સમયે પણ વીજપુરવઠો બંધ થઈ જાય છે. જેને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પ્રશ્ન અન્વયે પત્ર લખીને નાયબ ઈજનેરને રજૂઆત કરવામાં આવી છે.
વીજ પુરવઠો ખોરવાઈ જતા ભક્તોમાં રોષ
આ પ્રશ્નનું નિરાકરણ ટૂંક સમયમાં જ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. માટેલ ગામમાં આરતીના સમયે ગમે ત્યારે અચાનક વીજપુરવઠો ખોરવાઈ છે. ત્યારે યાત્રિકોને પણ પારિવારિક હાલાકી ભોગવવી પડે છે. આ સાથે જ ગામમાં ઘણી જગ્યા ઇન્ડસ્ટ્રીઝ ઝોનમાં પાવર આવતો હોય છે. તો માટેલ મંદિરને શા માટે ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આપવામાં આવતો નથી. તેવા સવાલો ઉઠાવીને પ્રશ્નનું નિવારણ તાત્કાલિક ધોરણે લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.