મોરબી: પીજીવીસીએલ અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં 39 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જીલ્લાના 39 ગામોમાં 122 ફીડરમાં ફોલ્ટને કારણે 39 ગામોમાં વીજ પુરવઠો બંધ થયો હતો. જ્યાં ફોલ્ટ સર્જાયા છે ત્યાં પીજીવીસીએલ ટીમ રવાના કરી દેવામાં આવી છે. તુરંત રીપેરીંગ કામગીરી કરવામાં આવી હતી જેમાં માળિયા તાલુકના 23 ગામ,6 ગામ વાંકાનેર તાલુકના ,3 ગામ હળવદના અને 7 ગામ મોરબી તાલુકના એમ કુલ 39 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
વરસાદે કામગીરી શરૂ કરી: ચાલુ વરસાદે વીજ પોલને રિપેર કરી વીજ પુરવઠો ફરી શરૂ કરવા પી.જી.વી.સી.એલ.ની ટીમ કાર્યરત છે. તો બિપરજોય વાવાઝોડાના પગલે પીપળીયા ચાર રસ્તા નજીક બરવાળા ફીડર હેઠળની વીજલાઈન પોલ નમી ગયા હતા. જેના કારણે પીજીવીસીએલની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને ચાલુ વરસાદે કામગીરી શરૂ કરી છે. ચાલુ વરસાદમાં કોન્ટ્રાક્ટર અને કામદારોએ વીજ પુરવઠો પૂર્વવત કરવાના કાર્યમાં જોડાઈ ગયા છે.
પોલીસની સહિતની ટીમ: વાવાઝોડાની અસર મોરબી પંથકમાં જોવા મળી રહી છે. ભારે પવન ફૂંકાઈ રહ્યો હોય ત્યારે આમરણ ગામ નજીક વૃક્ષ ધરાશાયી થતા મામલતદાર અને પોલીસની ટીમ દોડી ગઈ હતી.મોરબીના આમરણ ગામ નજીક વૃક્ષ ધરાશાયી થયું હતું. જેને પગલે આમરણ જામનગર હાઈવે પરનો રોડ બ્લોક થયો હતો જેથી મોરબી મામલતદાર નીખીલ મહેતા અને નાયબ મામલતદાર સંજયભાઈ બારૈયા સહિતની ટીમ તેમજ પોલીસની ટીમ પણ દોડી ગઈ હતી.
સલામત સ્થળે ખસેડ્યા:જેસીબીની મદદથી વૃક્ષ હટાવી રોડ ખુલ્લો કરવાની કામગીરી કરવામાં આવી હતી.મોરબીમાં જર્જરિત મકાનમાં રહેતા 90 વર્ષના વૃદ્ધાને પોલીસે સલામત સ્થળે ખસેડ્યા વાવાઝોડાની સ્થિતિમાં કાચા મકાનમાં રહેતા લોકોને ઈજા ના પહોંચે અથવા જાનહાની ના થાય તે માટે તંત્ર તમામ તકેદારી રાખી રહ્યું છે. આવા મકાનોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી અવિરત ચાલતી હોય જેમાં એક 90 વર્ષના વૃદ્ધાને પોલીસે સમજાવી સલામત સ્થળે ખસેડ્યા હતા.
- Cyclone Biparjoy Landfall : બિપરજોય વાવાઝોડુ કચ્છના જખૌથી પ્રવેશતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદની આગાહી
- Cyclone Biparjoy Landfall: વાવાઝોડા-વરસાદને પગલે અનેક સ્કૂલ બંધ, ધંધા-રોજીરોટી પર માઠી