મોરબીઃ આજે બુધવારે સ્ટેગરિંગ ડે પર ઉદ્યોગોમાં વીજકાપ (Power cut in Morbi )રાખવામાં આવ્યો છે. હાલ ગેસની સમસ્યા હજુ પૂર્ણ થઇ નથી ત્યાં વીજળીની સમસ્યા ઉદભવી છે. પીજીવીસીએલએ ઔદ્યોગિક કનેકશનોમાં દર બુધવારે વીજકાપની જાહેરાત કરતા ઉદ્યોગો (Morbi Ceramic Association) મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. જેમાં ઉદ્યોગકારોએ આ સ્ટેગરિંગ ડે પરના વીજકાપ પર પ્રતિક્રિયા આપી હતી.
વીજ કાપ રોજિંદો હોવાની માહિતી અધિકારીએ આપી - મોરબીમાં લોકોને જાણ કર્યા વિના જ વીજકાપ મૂકી દેવામાં આવતો હોવાની ઘટના સામાન્ય બની છે. ત્યારે આજે બુધવારના રોજ મોરબીના ઉદ્યોગગૃહોમાં વીજકાપ (Power cut in Morbi )મુકવાનું વીજકંપનીએ જાહેર કર્યું હતું અને આ જાણ મોરબના તમામ ઉદ્યોગકારોને કરવામાં આવી હતી. બીજી બાજુ આ વીજકાપ રોજિંદો હોવાનું વીજકંપનીના અધિકારીએ જણાવ્યું હતું.એમ પણ કહ્યું કે આ વીજકાપ મૂકીને કોઈ ખેડૂતોને વીજળી આપવાની નથી. આ નિયમ ઉદ્યોગકારો અને ખેડૂતો બન્નેને લાગુ પડે છે અને બન્નેના વીજકાપ નિયમો સરખા લાગુ પડશે.