મોરબી : હાલ સમ્રગ વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું છે અને મોરબીમાં પણ એક પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ ટીમ વધુ સતર્ક બન્યું છે, ત્યારે મોરબીની જીવાદોરી સમાન મચ્છુ 2 ડેમના નજીકના બેઠો પુલ છે, ત્યાં મચ્છુ નદીના પટમાં અસંખ્ય મરઘા મૃત હાલતમાં મળી આવ્યા હતા. બેફામ દુર્ગંધથી નજીકના ગ્રામજનોને બનાવની જાણ થઇ હતી. જે બનાવને પગલે પશુપાલન અધિકારી ભોરણીયા, પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયા અને પાલિકા પ્રમુખ કેતન વિલપરા સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી.
મોરબીના મચ્છુ નદીના પટમાં અસંખ્ય મરઘા મૃત હાલતમાં મળી આવ્યા - corona
મોરબીના મચ્છુ નદીના પટમાં અસંખ્ય મરઘા મૃત હાલતમાં મળી આવ્યા હતા. જેની માહિતી મળતા પશુપાલન અધિકારીની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
![મોરબીના મચ્છુ નદીના પટમાં અસંખ્ય મરઘા મૃત હાલતમાં મળી આવ્યા મચ્છુ નદીના પટમાં અસંખ્ય મરઘા મૃત હાલતમાં મળી આવ્યા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6688631-680-6688631-1586181684492.jpg)
મચ્છુ નદીના પટમાં અસંખ્ય મરઘા મૃત હાલતમાં મળી આવ્યા
આ બનાવ અંગે પશુપાલન અધિકારી ભોરણીયાએ જણાવ્યું હતું કે, પાલિકાના તરવૈયાઓની ટીમ બોલાવી તમામ મૃત મરઘાને વૈજ્ઞાનિક ઢબે ખાડો ખોદીને કાર્યવાહી હાથ ધરી હતી.