ગુજરાત

gujarat

ETV Bharat / state

Poor welfare fair in Morbi: પાંચ વર્ષમાં થાય એવા વિકાસકાર્યો અમેે 5 માસમાં પૂરા કર્યાનું કહેતાં બ્રિજેશ મેરજા - ગુજરામાં કોરોના રસીકરણ

મોરબીમાં યોજાયેલા ગરીબ ક્લ્યાણ મેળા (Poor welfare fair in Morbi )અંતર્ગત 1,721 લાભાર્થીઓને રૂપિયા 3.40 કરોડના લાભ સહાય અર્પણ કરવામાં આવી હતી. ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ગરીબ ક્લ્યાણ મેળામાં (Poor Welfare Fair 2022)અપાતી સાધન સામગ્રી ગુણવત્તાયુકત હોય તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે.

Poor welfare fair in Morbi: પાંચ વર્ષમાં પુરા કરવાના વિકાસના કામો અમેે પાંચ માસમાં પુરા કર્યા, બ્રિજેશ મેરજા
Poor welfare fair in Morbi: પાંચ વર્ષમાં પુરા કરવાના વિકાસના કામો અમેે પાંચ માસમાં પુરા કર્યા, બ્રિજેશ મેરજા

By

Published : Feb 25, 2022, 6:33 PM IST

મોરબીઃમુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગરીબ ક્લ્યાણ મેળાના 12માં( Poor welfare fair in Morbi)તબક્કાના બીજા દિવસે મોરબીમાં આયોજિત ગરીબ ક્લ્યાણ મેળામાં લાભાર્થીઓને જણાવ્યું કે, ગરીબોને ગરીબીના(Poor Welfare Fair 2022) અભિશાપમાંથી બહાર લાવી સ્વમાનભેર જીવન નિર્વાહનું સફળ માધ્યમ રાજય સરકારબન્યું છે.

ગરીબ ક્લ્યાણ મેળો

1721 લાભાર્થીઓને રૂ. 3.40 કરોડના સાધન સહાય એનાયતમુખ્યપ્રધાને વધુમાં(Chief Minister Bhupendra Patel) જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi)ગરીબ, વંચિત, જરૂરતમંદ લોકોને તેમના હક્કના લાભ સહાય પહોંચાડવા 2009-10 થી આ ગરીબ ક્લ્યાણ મેળાનો નવતર અભિગમ અપનાવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 11 તબક્કાના 1,530 જેટલા ગરીબ ક્લ્યાણ મેળાઓથી 1 કરોડ 47 લાખ લોકોને 26 હજાર કરોડ ઉપરાંતના સહાય લાભો સરકારે આપ્યા છે. તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મોરબીમાં યોજાયેલા ગરીબ ક્લ્યાણ મેળા અંતર્ગત 1,721 લાભાર્થીઓને રૂપિયા 3.40 કરોડના લાભસહાય અર્પણ કરવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર પટેલએ જણાવ્યું કે, ગરીબ ક્લ્યાણ મેળામાં અપાતી સાધન સામગ્રી ગુણવત્તા યુકત હોય તે પણ રાજય સરકારે સુનિશ્ચિત કર્યું છે.

આ પણ વાંચોઃGarib Kalyan Mela 2022: રાજકોટમાં જીતુ વાઘાણીએ ચલાવી રીક્ષા, શિક્ષણપ્રધાનના અંદાજ પર લોકો ફિદા

પંચાયત વિભાગની કોફી બુકનું મુખ્યપ્રધાનના હસ્તે વિમોચન

દેશના નાગરિકોને કોરોના વિરોધી રસીના 175 કરોડ ડોઝનું રસીકરણએ(Corona vaccination in Gujarat)આત્મનિર્ભર ભારતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ગુજરાતમાં પણ 10 કરોડ ડોઝનું રસીકરણ થયું છે. જેનાથી આપણે ત્રીજી લહેરનો સામનો સફળતાપૂર્વક કરી શક્યા છીએ.

રાજ્ય સરકારે ઓર્ગેનિક કૃષિપેદાશોનો વધુ ભાવ આપીને ખરીદી

આઝાદી કા અમૃત મહોત્સવ" (Azadi Ka Amrut Mahotsav)અંતર્ગત રાજ્યના પ્રત્યેક જિલ્લામાં થઈ રહેલી ઉજવણી થકી રાજ્યના નાગરિકોને ઐતિહાસિક વારસાથી અવગત કરાવી આઝાદીના 100માં વર્ષે ભારત દેશને સર્વોચ્ચ સ્થાને પહોંચાડવાની મુખ્યપ્રધાને અભિલાષા વ્યક્ત કરી હતી. રાજ્ય સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે લેવાઈ રહેલા પગલાંઓની માહિતીઓ પણ મુખ્યપ્રધાને આપી હતી. તથા રાજ્યના નાગરિકોને પડતી તકલીફોના નિવારણ માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલા વિવિધ પગલાંઓનો ટૂંકો ચિતાર રજૂ કર્યો હતો. રાજ્યના ખેડૂતો માટે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરી રાજ્ય સરકાર કૃષિક્ષેત્રે અદ્યતન ટેક્નોલોજીનો આવિષ્કાર કરી રહી છે. પ્રાકૃતિક ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકારે ઓર્ગેનિક કૃષિ પેદાશોનો વધુ ભાવ આપીને ખરીદી કરવા અંગે પણ વિચારી રહી છે.
આ પણ વાંચોઃDecrease People Income in Corona : કોરોનાના બે વર્ષમાં વધુ 16 કરોડ લોકો બન્યા ગરીબ, અમીરોની કમાણી વધી: ઓક્સફેમ રિપોર્ટ

ABOUT THE AUTHOR

...view details