ગુજરાત પ્રદૂષણ બોર્ડે મોરબીના સિરામિક ઉદ્યોગો પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. જેના કારણે આ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને બેરોજગાર રહેવાનો વારો આવ્યો છે. જેથી ધારાસભ્ય બ્રિજેશ મિરજાએ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડનો વિરોધ કરી રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે કે, એક તરફ સિરામીક ઉદ્યોગ મંદી સામે ઝઝૂમી રહ્યા છે, ત્યારે તંત્ર કોલગેસના નામે ઉદ્યોગોને હેરાન કરી રહ્યું છે. જો આવી પરિસ્થિતી રહેશે તો એ સમય દૂર નથી. જ્યારે આ ઉદ્યોગો ખતમ થઇ જશે અને જો આવું થશે તો લાખો મજૂરોની રોજીરોટી છીનવાઇ જશે.
બ્રિજેશ મિરઝા ઉદ્યોગોની તરફ નરમ વલણ દાખવતા કહે છે કે, ઔદ્યોગિક યુનિટ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઇન લાઇન મુજબ,સિરામિક ઉદ્યોગો ગેસીફાયર ઇંધણ તરીકે વાપરતા હતા. એટલે 513 જેટલા એકમોને પ્રદૂષણ બોર્ડે મંજૂરી આપી હતી, પરંતુ હવે ગ્રીન ટ્રીબ્યુનલના આદેશ પ્રમાણે સિરામીક ઉદ્યોગો ગેસીફાયરનો ઉપયોગ કરી શકતા નથી.જેના કારણે આ ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણનું પ્રમાણ વધ્યું છે.
પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના કડક વલણથી મોરબીના સિરામિક ઉદ્યોગોને વાગ્યા તાળા - Gujarati story
મોરબીઃ મોરબીમાં સિરામીક ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે સિરામીકના એક એકમ પાસેથી કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. જેના કારણે આ ઉદ્યોગના માલિકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. પરોક્ષ રીતે કામદારોમાં બરોજગારી ઉભી થઇ રહી છે. જેથી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પ્રદૂષણ કંટ્રોલ બોર્ડ સામે વિરોધ નોંધાવ્યો છે.
પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના કડક વલણથી મોરબીના સિરામિક ઉદ્યોગોને તાળા વાગ્યાં
આ ઘટનામાં તંત્ર ઉદ્યોગોને સસ્તાભાવે ગેસ પૂરો પાડી મદદ કરવાને બદલે કરોડોનો દંડ વસૂલીને ઉદ્યોગોને નાશ કરી રહ્યા છે.અત્યાર સુધી પ્રદૂષણ કંટ્રોલ વિભાગે આશરે 568 જેટલા સિરામિક એકમોને કરોડોનો દંડ ફટકાર્યો છે.જેથી મોટાભાગના સિરામિક ઉદ્યોગો બંધ થવાની આરે છે.તો કેટલાકે ના છૂટકે એકમોને તાળા મારી દીધા છે.જેના કારણે બજારમાં મોટાપાયે બેરોજગારી ઉભી થઇ છે.છતાં તંત્ર દ્વારા કોઇ ચોક્કસ પગલા ન લેવાયા હોવાનું ધારાસભ્ય જણાવી રહ્યા છે.